એ ડિવિઝન પોલીસે 51 હજારથી વધુ રોકડ જપ્ત કરી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ ગતરાત્રે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે, કબીર ટેકરી શેરી નં. 2/3 વચ્ચે સ્ટ્રીટલાઇટના અંજવાળે અમુક ઇસમો જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતીનો જુગાર રમતા હોય જેથી પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડીને સ્ટ્રીટલાઈટના અંજવાળે ગોળ કુંડાળું વળી જુગાર રમતા અયુબભાઇ ગુલામભાઇ કાશમાણી, જુનેદભાઇ ઉર્ફે જુનીયો હુશેનભાઇ ખુરેશી, જાવેદભાઇ ઇશાભાઇ ખુરેશી, અહેમદભાઇ નુરમામદભાઇ ખુરેશી, યોગેશભાઇ મગનભાઇ વાઘાણી, અલ્તાફભાઇ અબ્દુલભાઇ ખુરેશી, અમીનભાઇ ઇબ્રાહિમભાઇ ખુરેશી, હાજીભાઇ મુસાભાઇ ખુરેશી, એઝાજભાઇ દાઉદભાઇ ચાનીયાને રોકડા રૂ. 51,400 ના મુદામાલ સાથે ઝડપી પાડીને જુગારધારા અન્વયે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.