ખાસ-ખબર સંવાદદાતા
કોડીનારનાં કડવાસણ ગામે વીજશોકથી નીલગાયનું મોત નિપજ્યું હતું.કોડિનાર તાલુકાના કડવાસણ ગામની સીમ વિસ્તારમાં સુરાભાઈ સિદિભાઈ વાળાનુ ખેતર આવેલ છે. આ વાડી ભાગ્યાઆ પાકનું વાવેતર કરેલ હોય જેથી પાકના રક્ષણ માટે વાડીના સેઢા ફરતે લાખા નગાજી ડાભીએ તાર ફેન્સીંગમાં વિજ શોક મુકવામાં આવેલ હતો. અને રાત્રીનાં સમય દરમ્યાન વન્ય પ્રાણી નીલગાય વાડીમા આવતાજ સેઢા પાસે તાર ફેન્સીંગ અડી જવાથી વિજ શોક લગતા ઘટના સ્થળેજ મોત થયુ હતું.
જે અંગેની જાણ વનવિભાગને થયાં વન વિભાગના એચ ડી બારોટ, એચ ડી કલાડીયા, વી ડી જાદવ, બી જે ગોહીલ, એમ બી વાજા, તેમજ જીજ્ઞેશ ડાભી સહીતની સ્ટાફ તાત્કલિક ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરેલ હતી. અને નીલ ગાયના મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું હતું. પી એમ રિપોર્ટ તપાસ અર્થે મોકલવામાં આવ્યો હોવાનું વન વિભાગએ જણાવેલ હતું આ બાબતે વન વિભાગે ખેતરમાં મુકેલ વીજ શોક અંગે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.