રિયાસી અને ડોડા સહિત અનેક વિસ્તારોમાં રેડ: ઘણાં મહત્વપૂર્ણ દસ્તાવેજો અને શંકાસ્પદ સામગ્રીઓ મળી આવી
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત ગતિવિધિઓ પર પોતાની પકડ વધુ કડક કરી છે. એનઆઇએ આતંકવાદી ઘૂસણખોરીના મામલામાં રિયાસી, ડોડા, ઉધમપુર, રામબન અને કિશ્તવાડમાં અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. સુરક્ષા એજન્સીની આ કાર્યવાહીથી આતંકી સંગઠનોને મોટો ફટકો પડ્યો છે. જ્યારથી જમ્મુ-કાશ્મીરમાં સરકાર બની છે ત્યારથી આતંકવાદી ગતિવિધિઓ વધી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી 8 સ્થળો પર દરોડા પાડી રહી છે.
- Advertisement -
અગાઉ લગભગ એક અઠવાડિયા પહેલાં, એનઆઇએએ જમ્મુની બહારનાં બજાલહટામાં એક વ્યક્તિના ઘરને આતંકવાદી ભંડોળની શંકાના આધારે સર્ચ કર્યું હતું. તપાસ દરમિયાન તે વ્યક્તિનાં ખાતામાં 15 લાખ રૂપિયા શંકાસ્પદ રીતે જમા થયા હોવાનું જણાયું હતું. 15 લાખની આ રકમ અમદાવાદનાં મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હુમાયુ ખાન નામનાં ભાગેડુ ગુનેગાર દ્વારા જમા કરાવવામાં આવી છે.
એનઆઇએની તપાસમાં સામે આવ્યું છે કે, સાહિલ અહેમદના કાકા ગુલઝાર અહેમદ મલિક, અબ્દુલ મજીદ મલિકનો પુત્ર વર્ષ 1992માં હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી બન્યો હતો. તે છેલ્લાં કેટલાક સમયથી પાકિસ્તાનનાં સિયાલકોટમાં રહે છે. એનઆઇએ ટીમે સાહિલ અને તેનાં કેટલાક સંબંધીઓની પણ પૂછપરછ કરી હતી.
જ્યારથી જમ્મુ-કાશ્મીરમાં સરકાર બની છે ત્યારથી આતંકવાદીઓ વધુ સક્રિય થયાં છે. 18 ઓક્ટોબરે શોપિયાંમાં આતંકીઓએ એક મજૂરની હત્યા કરી હતી. આ પછી 20 ઓક્ટોબરે ગાંદરબલમાં ક્ધસ્ટ્રક્શન કંપનીનાં કેમ્પ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ડોક્ટર સહિત સાત લોકોનાં મોત થયાં અને પાંચ લોકો ઘાયલ થયાં હતાં.