વહેલી તકે લોકાર્પણ કરવા ગૃહમંત્રીને રજુઆત કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં ભવનાથમાં શિવરાત્રી અને પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવે છે. તેમજ ગિરનાર રોપ-વે કાર્યરત થયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે અહીં આધુનિક પોલીસ સ્ટેશનની જરૂરીયાત હતી. જેને ધ્યાને રાખી ભવનાથમાં નવુ આધુનિક પોલીસ સ્ટેશનનું ભવન બનાવવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનનું ભવન તૈયાર થઇ ગયું છે. આ અંગે જૂનાગઢનાં અમૃતભાઇ દેસાઇએ ગૃહ મંત્રીને રજુઆત કરી જણાવ્યું હતું કે, ભવનાથ પોલીસ સ્ટેશનનું આધુનિક ભવન સંપૂર્ણ તૈયાર થઇ ચૂંક્યું છે.
ભવનનું વહેલી તકે લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ છે,જેથી કર્મયોગી કર્મચારીઓને વહેલી તકે સારી સુવિધા મળી શકે.
જૂનાગઢ ભવનાથમાં નવું બનેલું પોલીસ સ્ટેશન ઉદ્ધાટનની રાહમાં
