રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ કિશન ટીલવા, બંને મહામંત્રી કુલદીપસિંહ જાડેજા તથા હેમાંગ પીપળીયા આજરોજ ખાસખબર કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.
ખસખબરના સબએડિટર કેયુર શાહને કિશનભાઇએ વધુમાં જણાવ્યુ હતું કે રાજકોટ શહેરના વિકાસ અર્થે આગામી સમયમાં કોલેજ કેમ્પસ તથા હોસ્ટેલોમાં વોર્ડવાઇસ સંમેલનો કરી યુવાનોને યુવા ભાજપના પ્રાથમિક સદસ્યો બનાવી ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડવાનો પ્રયાસ કરીશું અને દર રવિવારે શહેરના જુદાજુદા વોર્ડના અતિ પછાત વિસ્તારોમાં જઈ શિક્ષણ અભિયાન, સ્વચ્છ રાજકોટ, પ્રદુષણમુક્ત રાજકોટ, શિક્ષિત રાજકોટ, ગંદકીમુક્ત રાજકોટના એજન્ડા સાથે વિકાસના કર્યો કરવા અને કરાવવામાં સહભાગી બનશું.