ચીનના પ્રવાસ પર બેકઅપ પ્લેન લેવુ પડયુ
ખાસ-ખબર સંવાદદાતા
યુએસ પ્રેસીડેન્ટ અત્યાધૂનિક એરક્રાફટ એરફોર્સ વન સાથે પ્રવાસ કરે છે. જે તેમનું મોબાઈલ કમાન્ડ સેન્ટર છે.તેનાથી વિપરીત ન્યુઝીલેન્ડનાં વડાપ્રધાન બે વિમાન સાથે પ્રવાસ કરે છે. એક જુનુ અને બીજુ બેકઅપ, ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ હીપકીન્સ, ચીનની મુલાકાતે બેઈજીંગ જવા રવાના થયા હતા.
- Advertisement -
જોકે તેમની મુલાકાત એક અજીબ કારણસર વિશ્ર્વભરમાં હેડલાઈન્સ બની છે.હકીકતમાં ક્રિસ ચીનનાં પ્રવાસે એરફોર્સનાં બે એરક્રાફટ લઈને ગયા છે.એમાંથી એક વિમાનમાં વડાપ્રધાન અને અન્ય લોકો સવાર હતા જયારે બીજા વિમાનને બેકઅપ માટે મોકલવામાં આવ્યું હતું હવે ન્યુઝીલેન્ડનાં વડાપ્રધાન તેમનાં જ દેશના ટીકાકારોના હુમલા હેઠળ આવ્યા છે.
તેમનું એક એરક્રાફટ બોઈંગ 757 જેટલુ જુનુ છે કે તેની નિષ્ફળતાની સંભાવના હંમેશા રહે છે આ સ્થિતિમાં તેણે ચીનના પ્રવાસ પર બેકઅપ પ્લેન લેવુ પડયુ છે. ન્યુઝીલેન્ડનાં અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે વડાપ્રધાનનું વિમાન તુટી જવાની સંભાવના છે અને જો તેઓ ચીનમાં ફસાઈ ન જાય તો તેને ધ્યાનમાં રાખીને તેમની સાથે એક બેકઅપ પ્લેન પણ મોકલવામાં આવ્યું છે.ન્યુઝીલેન્ડ એરફોર્સનાં કાફલામાં આ એરક્રાફટ 30 વર્ષ જુના છે અને તેમની ઉપયોગી જીવન લગભગ પૂર્ણ કરી છે. આ વિમાનો 2028-30 માં બદલવાના છે.