મોટાભાગની ધમકી UKના જુદા-જુદા વિસ્તારોમાં મળી હોવાનો ખુલાસો, ધમકી આપવા VPNનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું
ભારતીય એરલાઇન્સને તાજેતરમાં મળેલ ધમકીઓ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ભારતીય એરલાઇન્સને ધમકી ઇંગ્લેન્ડમાંથી મળી હોવાનું સામે આવ્યું છે. નોંધનિય છે કે, અત્યાર સુધીમાં 250થી વધુ ધમકી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ તરફ હવે મોટાભાગની ધમકી UKના જુદા-જુદા વિસ્તારોમાં મળી હોવાનો ખુલાસો થયો છે. આ સાથે ધમકી આપવા VPNનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
ભારતીય એરલાઇન્સને મોટા ભાગની ધમકીઓ UK સ્થિત વિસ્તારોમાંથી મળ્યાનો ખુલાસો થયો છે. અત્યાર સુધીમાં 250થી વધુ ધમકીઓ મળી જેમાં અલગ અલગ એરલાઇન્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. આ તરફ હવે ખુલાસો થયો છે કે, ધમકી આપવા માટે VPNનો ઉપયોગ કરાતો હતો. જેમાં 90 ટકા ધમકી UK બેઝ હોવનો ખુલાસો થયો છે. VPN થી વિદેશોનું લોકેશન લઇ ધમકી અપાતી હતી. જ્યારે VPNનો ઉપયોગ UK થી થયો હોવાનો ખુલાસો થયો છે.
રાજકોટની 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
દેશમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટ્સ પર બોમ્બની ધમકીઓ મળવાનો સિલસિલો યથાવત છે ત્યાં જ હવે હોટલોને ઉડાવવાની ધમકી મળવાનું શરૂ થયું છે. રાજકોટની 5 સ્ટાર હોટલો સહિત 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મળ્યો હતો. શહેરની ઇમ્પીરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટલ, હોટલ ગ્રાન્ડ રેજન્સી સહિતની હોટલને એકસાથે ધમકી ભર્યો મેલ આવ્યો છે. ક્રિક્રેટરો જ્યાં રોકાય છે એ હોટલનો પણ આ ધમકીમાં સમાવેશ થયો હતો.
- Advertisement -
જર્મનીથી મોકલવામાં આવ્યો હતો ધમકીભર્યો મેલ
આ ઘટનાની જાણ થતાં જ રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ હતી. અને આ અંગે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. ત્યારે સમગ્ર તપાસમાં મહત્વની બાબતો બહાર આવી હતી. જેમાં તમામ હોટલોને મળેલ ધમકીભર્યો મેલ જર્મનીથી મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત માઇક્રોસોફ્ટ અને વિદેશ મંત્રાલયની મદદથી તપાસ હાથ ધરાઇ હતી. આ મેલ ડેનકોક 101 એફ એટ આઉટલુક ડોટ કોમ નામથી કરવામાં આવ્યો હતો.