દરેક સીટ પર છે ડિજિટલસિસ્ટમ અને ટચસ્ક્રીન: નવું સંસદ ભવન સ્થાપત્ય કલા અને ટેકનોલોજીની દૃષ્ટિએ અનોખી રચના
ખાસ-ખબર સંવાદદાતા
નવા સંસદ ભવનનું ઉદઘાટન વડાપ્રધાન મોદીનાં હસ્તે 28 મેએ થશે. સેન્ટ્રલ વિસા પ્રોજેકટ અંતર્ગત બની આ બિલ્ડીંગ વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેકટ છે. 10 ડીસેમ્બર 2020 ના પીએમે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો અને ને 29 મહિનામાં બનાવાયું છે. નવુ સંસદ ભવન સ્થાપત્ય કલા અને અત્યાધુનિક ટેકનોલોજીનાં ઉપયોગની દ્રષ્ટ્રિએ અનોખી રચના છે. જેમાં લોકસભાને રાષ્ટ્રીય પક્ષી મોરના આકારમાં જયારે રાજયસભાને રાષ્ટ્રીય પુષ્પ કમળના આકારમાં ડિઝાઈનમાં તૈયાર કરાઈ છે.
નવા સંસદ ભવનમાં 888 સભ્યોને બેસવાની વ્યવસ્થા હશે અને રાજયસભામાં 384 સભ્યો બેસી શકશો.સંયુકત સત્ર દરમ્યાન 1272 સભ્યોની બેસવાની વ્યવસ્થા હશે. નવુ સંસદ ભવન ત્રિકોણીય હશે.
- Advertisement -
નવા સંસદ ભવનમાં એક સંવિધાન કક્ષ છે. જયાં દેશની લોકતાંત્રીક ધરોહરને પ્રદર્શિત કરવામાં આવશે. ભવનમાં સભ્યો માટે પુસ્તકાલય, ડાઈનીંગ રૂમ, અને પાર્કીંગની પણ વ્યવસ્થા રહેશે. ભવનની સંકલ્પના સેન્ટ્રલ વિસ્ટામાં બનેલી ઈમારતોની સ્થાપત્ય કલા સાથે સાંપ્રવાસ્ય રાખીને કરાઈ છે.
એક નજરમાં નવું સંસદ ભવન
ચાર માળનું ભવન અને ત્રણ દરવાજા
નવી ઈમારત 64,500 વર્ગ મીટરમાં નિર્મિત
સાંસદો અને વીઆઈપીઓ માટે અલગ પ્રવેશ
ભવનમાં 6 સમિતિ કક્ષ છે, 92 રૂમની વ્યવસ્થા
લોકસભા અને રાજયસભા કક્ષમાં દરેક બેન્ચ પર એક સાથે બે સભ્ય બેસી શકશે.
પૂરા ભવનમાં 100 ટકા યુપીએસ પાવર બેકઅપની વ્યવસ્થા
રેઈન હોર્વેસ્ટિંગ સીસ્ટમ અને જલ પુન: ચક્રલ સીસ્ટમની સુવિધા