ઉદયપુરમાં ટેલર કનૈયાલાલની હત્યાની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન હુમલાખોરોને લઈને કેટલાય નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે.
ઉદયપુરમાં ટેલર કનૈયાલાલની હત્યાની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન હુમલાખોરોને લઈને કેટલાય નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. તપાસ કરનારી ટીમને જાણવા મળ્યું છે કે, જે હુમલાખોરોએ ઉદયપુરમાં ટેલરની હત્યા કરી હતી, તે પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ઈશારા પર કામ કરતા હતા. તપાસમાં આ વાતનો ખુલાસો થયો છે કે, હત્યારા ગૌસ મહોમ્મદ વર્ષ 2014માં પાકિસ્તાનમાં દાવતે ઈસ્લામિકના જલસામાં સામેલ થયો હતો. ટેલરની હત્યા કરનારા બંને આરોપી નૂપુર શર્માના નિવેદન બાદ કંઈક મોટુ કરવાનું પ્લાનિંગ બનાવી રહ્યા હતા.
- Advertisement -
કહેવાય છે કે, ઉદયપુર હત્યાકાંડનો આરોપી ગૌસ મહોમ્મદ ચિટ ફંડ દ્વારા પૈસા જમા કરાવતો હતો. તપાસ એજન્સીઓએ આ વાતની જાણકારી એકઠી કરી છે કે ક્યા ક્યા લોકોએ ગૌસના પૈસા એકઠા કર્યા છે.
રાજસ્થાન પોલીસ દ્વારા કનૈયાલાલની હત્યાના આરોપી ગોસ મહોમ્મદ અને રિયાઝ અખ્તરીને લઈને એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. હત્યારામાંથી એક રિયાઝે પોતાની બાઈક માટે 2611 નંબર પ્લેટ લેવા માટે વધારાના રૂપિયા આપ્યા હતા.
બાઈકના નંબરને 26/11 સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે
- Advertisement -
પોલીસે આ નંબરને એ રીતે જોઈ રહી છે કે, જે રીતે મુંબઈમાં 26/11 સૌથી ભયાનક આતંકી હુમલો થયો હતો. આ નંબર તે જ વાહનનું છે. જે બે હત્યારા ગૌસ મહોમ્મદ અને રિયાઝ અખ્તરી દર્જી કનૈયા લાલનું ગળુ કાપીને ફરાર થઈ ગયા હતા. રજીસ્ટ્રેશન નંબર RJ AS-2611 વાળી આ બાઈક હવે ઉદયપુર મંડી પોલીસ સ્ટેશનમાં પડી છે.
પોલીસ સૂત્રોનું કહેવુ છે કે, રિયાઝે જાણીજોઈને 2611 નંબર માગ્યો હતો અને આ નંબર પ્લેટ માટે તેણે 5000 રૂપિયા વધારાના પણ આપ્યા હતા. હકીકતમાં જોઈએ તો, આ પુરાવાથી તે કેસમાં પણ મહત્વની કડી મળી શકે છે. આપને જણાવી દઈએ કે, અગાઉ આ બંનેના પાકિસ્તાન સાથેના કનેક્શન હોવાની વાત પણ સામે આવી છે.