પાનેલી તળાવ આધારિત 25 MLD ક્ષમતાનો પ્લાન્ટ, SCADA ટેકનોલોજી અને સૌરઊર્જાથી સંચાલિત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.23
મોરબી મહાનગરપાલિકા (ખખઈ) દ્વારા શહેરના પીવાના પાણીના મુદ્દાને કાયમી ધોરણે ઉકેલવા માટે એક મહત્વાકાંક્ષી યોજના હાથ ધરવામાં આવી છે. પાનેલી તળાવ પર આધારિત નવા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે, જેની અંદાજિત કિંમત રૂ. 40.47 કરોડ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 25 ખકઉ (મિલિયન લિટર પ્રતિ દિવસ) ક્ષમતાનો પ્લાન્ટ, નવું પમ્પિંગ સ્ટેશન, અને વિસ્તૃત પાઇપલાઇન નેટવર્ક પણ વિકસાવવામાં આવશે.
મોરબી શહેરના પૂર્વ ભાગ માટે પાનેલી તળાવને મુખ્ય પાણી સ્ત્રોત તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક તળાવ રાજાશાહી સમયનું છે અને તેની આશરે 200 ખઈઋઝ (મિલિયન ક્યુબિક ફીટ) પાણી સંગ્રહ ક્ષમતા છે. આ પ્રોજેક્ટના મુખ્ય હેતુઓમાં મોરબી શહેરના નાગરિકો માટે આરોગ્યપ્રદ જીવનશૈલી સુનિશ્ચિત કરવી, ખાસ કરીને સામાકાંઠા વિસ્તારમાં પૂરતો શુદ્ધ પાણી પુરવઠો પૂરો પાડવો, અને પાણીની બચત કરવાનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ આધુનિક યાંત્રિક અને વિદ્યુત ઉપકરણો પણ સ્થાપિત કરવામાં આવશે.
શહેરી વિસ્તારની વધતી વસ્તી અને ઔદ્યોગિક વિસ્તરણને ધ્યાનમાં રાખીને, મોરબીના પૂર્વ ભાગમાં આ યોજનાના અમલીકરણથી પાણીની તંગીની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે. આ પ્રોજેક્ટ મોરબી શહેરના પૂર્વ ભાગના હજારો નાગરિકોને શુદ્ધ પીવાના પાણીનો સીધો લાભ આપશે.
- Advertisement -
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ:
ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) ટેકનોલોજી: 25 MLD ક્ષમતા ધરાવતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટZLD ટેકનોલોજીથી સજ્જ હશે, જે પાણીના ઓછામાં ઓછા બગાડની ખાતરી આપશે.
રેપિડ ગ્રેવીટી સેન્ડ ફિલ્ટર: પાણી શુદ્ધિકરણની પ્રક્રિયાને ગતિશીલ બનાવવા માટે રેપિડ ગ્રેવીટી સેન્ડ ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવશે.
25 MLD ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોયર: શુદ્ધ કરેલા પાણીના સંગ્રહ માટે 25 MLD ક્ષમતા ધરાવતું ભૂગર્ભ જળાશય (ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોયર) બનાવવામાં આવશે.
ઓવરહેડ બેકવોશ ટેન્ક: પ્લાન્ટના કાર્યક્ષમ સંચાલન માટે ઓવરહેડ બેકવોશ ટેન્કની સુવિધા ઉપલબ્ધ હશે.
વર્ટિકલ ટર્બાઇન પમ્પ્સ: પાણીના પમ્પિંગ માટે આધુનિક વર્ટિકલ ટર્બાઇન પમ્પ્સ અને પેનલ્સનો ઉપયોગ કરાશે.
SCADA ટેકનોલોજીથી સંચાલિત: સમગ્ર પ્રોજેક્ટ જઈઅઉઅ ટેકનોલોજીથી સંપૂર્ણપણે ઓટોમેટિક કરવામાં આવશે, જેથી કાર્યક્ષમતા અને દેખરેખ સુનિશ્ચિત કરી શકાય.
સૌર ઊર્જા આધારિત ગ્રીન એનર્જી: પ્લાન્ટના તમામ બિલ્ડિંગ અને આંતરિક લાઇટિંગ સૌર ઊર્જા આધારિત ગ્રીન એનર્જી સુવિધાથી સજ્જ હશે, જે પર્યાવરણને અનુકૂળ હશે.