ભરસિઝન છતાં શાકભાજી – કઠોળ કે ખાદ્યતેલોના ભાવો ખાસ ઘટતા નથી: રિઝર્વ બેન્કનો સ્વીકાર
લાંબા ચોમાસા બાદ વાતાવરણ બની ગયુ છે. નવી ખરીફ સીઝન ભરપુર છે. છતાં ખાદ્ય મોંઘવારીમાં મોરચે કોઈ રાહત મળતી નથી. હજુ ખાદ્યચીજોના ભાવો બે વર્ષનાં સર્વોચ્ચ સ્તરે રહ્યા છે. ડુંગળી, બટેટા, તથા ટમેટામાં તેજી યથાવત છે. અમુક લિલા શાકભાજીને બાદ કરતા તમામમાં ભાવ ઉંચા જ છે.
- Advertisement -
રિઝર્વ બેન્કનાં નવેમ્બર માસનાં રીપોર્ટમાં સ્વીકાર કરવામાં આવ્યો છે કે ડુંગળી-બટેટા, લસણ, શાકભાજી તથા ખાદ્યતેલની સીઝનમાં તેજી જળવાયેલી છે. રીટેઈલ માર્કેટમાં ડૂંગળીના 60થી વધુનાં ભાવ છે. બટેટાનાં ભાવ 40-50થી નીચે આવતા નથી ટમેટાના રૂા.50 થી 90 છે રીઝર્વ બેન્કના જ આંકડા મુજબ 2022 નવેમ્બરમાં ટમેટા રૂા.20 તથા ડુંગળી બટેટાનાં 30 રૂપિયાથી પણ ઓછા હતા.
આજ રીતે ખાદ્યતેલોમાં પણ ભાવ સર્વોચ્ચ સ્તરે છે.છેલ્લા બે માસમાં કઠોળ-દાળની કિંમતમાં પણ તેજી થઈ છે. ચણાદાળનાં રીટેઈલ ભાવ રૂા.80 થી 95, તુવેરદાળનાં 170 થી વધુ છે. ઘઉંનો લોટ પણ 20 થી વધીને 34 થયો છે.દેશના મહાનગરો સહીત નાના સેન્ટરોમાં મોંઘવારીનો ઉહાપોહ છે.સરકાર દ્વારા દિલ્હી, કોલકતા, ચેન્નાઈ, સહીતના મહાનગરોમાં સસ્તા ભાવે ડુંગળીનું વેંચાણ કરવામાં આવી જ રહ્યું છે.
જાણકારોનાં કહેવા પ્રમાણે દેશમાં આ વર્ષે ચોમાસું લાંબુ ચાલ્યુ હતું. અનેક કૃષિ ઉત્પાદક રાજયોમાં લાંબો વખત વરસાદ ચાલુ રહેતા કૃષિ સિઝનમાં વિલંબવાળો હતો.પાકમાં નુકશાની થઈ હતી અને તેનો પ્રત્યાઘાત ખાદ્યચીજોનાં ભાવ પર પડયો હતો. ખાસ કરીને શાકભાજીનાં ઉત્પાદને મોટો ફટકો હતો.રિઝર્વ બેન્કનાં રીપોર્ટ મુજબ મગફળી, સરસવ તથા સુર્યમુખીનાં ભાવોમાં મોટો વધારો થયો હતો.