સરકારનો નવો પરિપત્ર: નોટરીનાં સોગંદનામાના આધારે લગ્ન કે છુટાછેડા અમાન્ય
નોટરી મારફત સોગંદનામા કરારનાં આધારે થયેલા લગ્ન કે છુટાછેડા માન્ય નહી ગણાય અને તે ગેરકાયદે રહેશે તેવો પરિપત્ર સરકાર દ્વારા ઈસ્યુ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારનાં કાયદા વિભાગનાં પરિપત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે સોગંદનામામાં કરારના આધારે લગ્ન કે છુટાછેડા કરાવવા નોટરીને કોઈ અધિકાર નથી. રાજયમાં નોટરી મારફતનાં કરાર થકી છુટાછેડા લઈ લેતા હોવાનું વ્યાપક ચલણ છે. પરિપત્રમાં એવી પણ ચીમકી આપવામાં આવી છે કે આ પ્રકારના કરાર કરનારા નોટરી સામે પણ પગલા-કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
કાયદા મંત્રાલયનાં નાયબ સચીવ રાજીવકુમારની સહીથી ઈસ્યુ થયેલા પરિપત્રમાં એમ જણાવવામાં આવ્યું છે કે નોટરી કાયદાની કલમ 8 તથા નોટરી કાયદા 1956 ના નિયમ 11 ના પેટા નિયમ 8 માં લગ્ન કે છુટાછેડા કરાવવાનું નોટરીનાં અધિકાર ક્ષેત્ર કે કાર્યવાહીમાં આવતુ ન હોવાનું સ્પષ્ટ સુચવાયું છે. આ કાયદાકીય નિયમો અંતર્ગત નોટરી લગ્ન કે છુટાછેડાનાં સોગંદનામામાં નોટરાઈઝડ કરી શકતા નથી. નોટરી કાયદા 1952 કે નોટરી નિયમ 1956 હેઠળ નોટરી લગ્ન કે છુટાછેડાને પ્રમાણીત કરવાનાં અધિકારો ધરાવતા નથી. તેઓને લગ્ન અધિકારી તરીકેની નિયુકિત નથી.
ગુજરાત સહીત દેશભરમાં પરસ્પરની સહમતીથી નોટરી પાસે સોગંદનામું કરીને લગ્ન કે છુટાછેડા કરાવી લેતા હોય છે. સંબંધીત સતામંડળ સમક્ષ કાયદાકીય રીતે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવતી નથી અનેક કિસ્સાઓમાં વિવાદ વખતે સોગંદનામા અમાન્ય રહે છે અને તેને કારણે ભરણપોષણ સંતાનોની કસ્ટડી જેવા મુદાઓ પર અદાલતી કેસ થયા છે. અદાલતમાં પણ એફીડેવીટ આધારીત છુટાછેડાને માન્ય ગણવામાં આવતા નથી. પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નોટરી નિયમો 1956 ના નિયમ 13 નું સંબંધીત નોટરીઓએ પાલન કરવુ ફરજીયાત છે.અન્યથા નોટરી કાયદાની કલમ 13 ની પેટા કલમ ડી તથા નોટરી નિયમ 1956 ના નિયમ 13 ના પેટા નિયમ 12 9બી) હેઠળ પગલા કાર્યવાહી થઈ શકે છે.
આ પરિપત્ર વિશે ગુજરાત નોટરી એસોસીએશનનાં પ્રમુખ ધીરેશ શાહે કહ્યું કે સંગઠન દ્વારા પણ નોટરીઓને લગન-છુટાછેડાના એફીડેવીટ નહીં કરવાનું સુચવ્યુ છે. કયારેક સંબંધીત પક્ષકારો પરસ્પર આગળ ધરીને દબાણપૂર્વક કરાર કરાવે છે.
- Advertisement -
અમુક નિષ્ણાંતોએ એમ કહ્યું કે સરકારી પરિપત્રથી અદાલતોમાં કેસોનો ઢગલો થશે.પરિપત્રથી અદાલતોમાં કેસોનો ઢગલો થશે. પરસ્પર સહમતીથી લગ્ન કે છુટાછેડા માટે નોટરીનાં સોગંદનામાને માન્યતા આપવી જોઈએ અદાલતી કાર્યવાહી ખર્ચાણ રહેવા ઉપરાંત સમય માંગી લે છે જોકે એક વર્ગનો મત એવો છે કે નોટરીનાં સોગંદનામા માત્ર પક્ષકાર છે અને સાથી પુરતા જ સીમીત હોય છે. કાયદેસરના તો સંબંધીત કોર્ટમાં જ ફાઈનલ થતી હોય છે.