દેશના અર્થતંત્રની આગેકૂચ
ભારતી એરટેલ ગ્રુપ, ICICI બેન્ક અને આદિત્ય બિરલા ગ્રુપ 100 અબજ ડોલરની ક્લબમાં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1
- Advertisement -
દેશનું અર્થતંત્ર ઝડપથી વધી રહ્યું છે. જેની સાથે દેશની કંપનીઓની વેલ્યૂએશનમાં પણ તેજી જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં ત્રણ ભારતીય કંપનીઓ 100 અબજ ડોલર ક્લબમાં સામેલ થઈ છે. જેમાં સુનિલ મિત્તલનુ ભારતી એરટેલ ગ્રૂપ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને કુમાર મંગલમ બિરલાનુ આદિત્ય બિરલા ગ્રૂપ સામેલ છે.
ટાટા ગ્રુપ એ દેશનું સૌથી મોટું ઔદ્યોગિક ગૃહ છે જેની માર્કેટ કેપ 366 અબજ ડોલર છે. 150 વર્ષ જૂના આ ગ્રુપનો બિઝનેસ મીઠાથી લઈને સોફ્ટવેર સુધી ફેલાયેલો છે. તેનું માર્કેટ કેપ પાકિસ્તાનના જીડીપી કરતા વધુ છે. આઈએમસી અનુસાર, પાકિસ્તાનની જીડીપી લગભગ 338 અબજ ડોલર છે.
છેલ્લા એક વર્ષમાં ટાટા ગ્રુપના માર્કેટ કેપમાં 36.6 ટકાનો વધારો થયો છે. જૂથની આઈટી કંપની ટીસીએસ દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની છે. તેનું માર્કેટ કેપ રૂ. 1,338,167.76 કરોડ છે. ગત વર્ષે 3 કંપનીઓનો 100 અબજ ડોલર ક્લબમાં પ્રવેશ સાથે હવે દેશની કુલ આઠ કંપનીઓ 100 અબજ ડોલરથી વધુ વેલ્યૂએશન ધરાવે છે. જેની કુલ માર્કેટ વેલ્યૂ 1.5 લાખ કરોડ ડોલર છે, જે ભારતની કુલ માર્કેટ કેપના લગભગ 30 ટકા છે. અને ટોચના ઈસ્લામિક દેશની જીડીપી કરતાં વધુ છે. ઈન્ડોનેશિયાની જીડીપી 1.484 લાખ કરોડ ડોલર છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળનું રિલાયન્સ ગ્રૂપ આ યાદીમાં બીજા સ્થાને છે. તેનું માર્કેટ કેપ છેલ્લા એક વર્ષમાં 29.4 ટકા વધીને 267 અબજ ડોલરે પહોંચ્યું છે. ગ્રૂપની હોલ્ડિંગ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. તેનું માર્કેટ કેપ રૂ. 1,940,661.82 કરોડ છે. અંબાણી 109 અબજ ડોલરની નેટવર્થ સાથે ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે.
ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અદાણી ગ્રુપ 205 અબજ ડોલર માર્કેટ કેપ સાથે આ ક્લબમાં ત્રીજા સ્થાને છે. છેલ્લા એક વર્ષમાં ગ્રુપના માર્કેટ કેપમાં 64.7 ટકાનો વધારો થયો છે.