નાણાકીય વર્ષ 2024માં મોંઘવારી દર 4% રહેવાનું આરબીઆઈનું અનુમાન
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય રિઝર્વ બેન્કે આજે ખઙઈ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી હતી. 3 દિવસ ચાલેલી આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે આપી હતી. છઇઈંએ એક તરફ જ્યારે રેપોરેટ યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે ત્યારે બીજી તરફ તેઓએ મોંઘવારી, જીડીપી અને અર્થતંત્રના અન્ય મહત્ત્વપૂર્ણ કારકો પર પ્રકાશ પાડ્યો હતો.
- Advertisement -
છઇઈં ગવર્નરે દેશમાં 2,000 અને 500ની ચલણી નોટ અંગે વાત કરી હતી. સાથે જ તેમણે 1,000 રૂપિયાની ચલણી નોટ ફરીથી માર્કેટમાં આવવા અંગેની અટકળો પર પણ સ્પષ્ટતા કરી હતી. શક્તિકાંત દાસે કહ્યું હતું કે અત્યાર સુધી ચલણમાંથી બહાર કરાયેલી 2,000 રૂપિયાની અડધી નોટ બેન્કોમાં પરત આવી ચૂકી છે. 2,000 રૂપિયાની ચલણી નોટ્સને 30 સપ્ટેમ્બર સુધી બેન્કોમાં જમા અથવા બદલાવી શકાય છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે છઇઈંની 500 રૂપિયાની નોટ બંધ કરવાની કોઇ યોજના નથી. આ સંદર્ભમાં ચાલતી અટકળો ભ્રામક છે.
છઇઈં ગવર્નરે કહ્યું હતું કે ઈઙઈં આધારિત ફુગાવો એપ્રિલ 2023માં 18 મહિનાના નીચલા સ્તરે 4.7 ટકા પર હતો. અત્યારે પણ રિટેલ મોંઘવારી દર છઇઈંની નિર્ધારિત મર્યાદા કરતાં ઉપર છે અને આગામી સમયમાં મોંઘવારીથી વધુ રાહત મળે તેવા પણ કોઇ અણસાર નથી. નાણાકીય વર્ષ 2024માં મોંઘવારી દર 4 ટકા રહેવાનો અંદાજ છે. વૈશ્વિક પરિસ્થિતિ અને ચોમાસાની અસર મોંઘવારી પર પડશે. ભારતીય હવામાન વિભાગે દેશમાં સામાન્ય ચોમાસાની આગાહી કરી છે પરંતુ અલ નીનોનો ખતરો હજુ યથાવત્ છે.