મહિલાઓ પર થતાં અત્યાચાર અંગે શું કહે છે રાજકોટવાસીઓ ?
મનોવિજ્ઞાન ભવન દ્વારા કરાયેલા સરવેનાં તારણો
સ્ત્રીઓ પર અત્યાચાર એ આજે પણ થાય છે. જેના પર અત્યાચાર થયો એ જ સ્ત્રી ભોગ નથી બનતી પણ એની અસર બીજી સ્ત્રીઓ પર પણ ઘણી થાય છે જેમકે ભણવાનું બંધ કરાવવું, ઘરની બહાર ન નીકળવા દેવી, નોકરી બંધ કરાવી દેવી, તાત્કાલિક લગ્ન કરાવવા વગેરે. આમ અત્યાચાર એક પર થાય અને તેની અસરો ઘણી સ્ત્રીઓને થતી હોય છે.
સ્ત્રીઓ પર થતા અત્યાચારોની મનોવૈજ્ઞાનિક અસરો અને તેના કારણે સ્ત્રીઓની માનસિકતા પર કેવી અસરો થાય છે તે વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિનીઓ ભારતી મોર અને ભટ્ટ કર્તવીએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 1620 સ્ત્રી પર સરવે કર્યો જેમાં કેટલાક ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે.
- Advertisement -
મહિલા અત્યાચાર માટે કોણ જવાબદાર એવા પ્રશ્ર્નમાં 34.6% એ સ્ત્રીઓ પ્રત્યેની નકારાત્મક માનસિકતા, 32.7% એ વિકૃત માનસ અને પોર્ન સાઈટમાં સ્ત્રીઓ પર થતા જાતીય અત્યાચાર, 17.3% એ ઉછેર અને 15.4% એ સમાજને જવાબદાર ગણાવ્યો. આમ આજે એકવીસમી સદીમાં પણ ઘણા લોકોની માનસિકતા સ્ત્રીઓ પર થતા અત્યાચાર માટે જવાબદાર ઘટક બની રહે છે.
88.5% સ્ત્રીઓ પર માનસિક, શારીરિક અને સામાજિક અત્યાચારને કારણે તેની અસર દરેક ઉંમરની સ્ત્રીઓ પર થાય છે.
50% સ્ત્રીઓ પર થતા અત્યાચારોને કારણે ઘરેથી કેટલાક અંકુશો મૂકવામાં આવ્યા છે.
86.5% જ્યારે કુટુંબના જ કોઈ પુરુષ પાત્ર દ્વારા કોઈ સ્ત્રી અત્યાચારનો ભોગ બને છે તો તે અંગેની ફરિયાદ ઓછી નોંધાવાતી હોય છે.
56.2% સ્ત્રીઓ પર થતા અત્યાચારો વિશે સાંભળીને બહાર નીકળતા ડર લાગે છે.
76.9%સ્ત્રીઓ પર થતા અત્યાચાર વિશે સાંભળીને મનમાં ચિંતા અનુભવાય છે.
61.5% સ્ત્રીઓ સાથેના સતત નકારાત્મક અનુભવો સાંભળી મનમાં નકારાત્મક લાગણીઓ અનુભવાય છે.
86.5% સ્ત્રીઓ સાથેના વિકૃત વર્તનના કારણથી સમાજની અન્ય સ્ત્રીઓમાં ભય વિકસે છે.
63.5% સ્ત્રીઓ સાથેના અત્યાચારોને સાંભળીને અજાણ્યા લોકોને મળતા ભય લાગશે.