વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને વધુને વધુ મતદાન નોંધાય તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અનેક પ્રયાસો કરી રહી છે. અને મતદાન જાગૃતિના શાળા, કોલેજો સહિતની જગ્યાએ કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે શહેરની બહાઉદ્દીન કોલેજ ખાતે એનસીસી ઓફિસર પ્રો.રાજેન્દ્રસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરતા અને એસીસી કેડરના વિદ્યાર્થી રાહુલ પરમારે જણાવ્યું હતું કે, ચૂંટણીનું આયોજન દર પાંચ વર્ષે ભારતની જનતાના લોકમતને જાણવા માટે કરવામાં આવે છે. ચૂંટણીમાં મતદાન આપવોએ આપણી નૈતિક ફરજ છે. આપણા દેશ રાષ્ટ્ર પર્વ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના બંધારણ મુજબ કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર મત આપવાનો અધિકાર છે. દરેક એ મતદાન કરવું જ જોઇએ. મતદાનએ આપણી એક નૈતિક ફરજ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મતદાનની શરૂઆત આ પરીચર એટલે કે, બહાઉદ્દીન કોલેજ ખાતેથી જ થઇ હતી. જેમાં જૂનાગઢ અંગે જનમત લેવાયો હતો. ત્યારે ફરી એક વખત દરેક લોકોએ મતદાન કરી લોકશાહીને જીવંત રાખીએ.