આઠમા નોરતે વરસાદી માહોલમાં દીકરીઓએ માતાજીની આરાધના કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરનાં અંબાજી મંદિર નજીક પાણીની ટાંકી પાસે ભાજપ આગેવાન અને હોમગાર્ડ કમાન્ડર અજયસિંહ ગોહિલના નિવાસ સ્થાને જય માતાજી ગ્રુપ દ્વારા નાની બાળાઓ માટે નવરાત્રી મહોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અહીં નવ દિવસ સુધી નાની બાળાઓ દ્વારા માતાજીની આરાધના કરી અવનવા સ્ટેપ સાથે ગરબે રમી ઝૂમી ઉઠ્યા હતાં. ત્યારે નવરાત્રી મહોત્સવના આઠમે નોરતે વરસાદી માહોલ વચ્ચે પણ નાની-મોટી બાળાઓ દ્વારા મોંગલ માતાજીની આરાધના કરી હતી. છેલ્લા 11 વર્ષથી નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે. સાથોસાથ તમામ બાળાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતાં.



