બાળકો દ્વારા માતા દુર્ગાના નવ રૂપોની જીવંત રજૂઆતથી દર્શકો મંત્રમુગ્ધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવરાત્રિના પાવન અવસરે રાજકોટના નાનામૌવા રોડ પર આવેલી દીપવનપાર્ક સોસાયટીમાં ઉમિયાજી ગરબી મંડળ દ્વારા એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
કાર્યક્રમની મુખ્ય વિશેષતા બાળકો દ્વારા રજૂ કરાયેલ નવદુર્ગા થીમ હતી. વિવિધ વયના બાળકલાકારોએ શૈલપુત્રીથી લઈને સિદ્ધિદાત્રી સુધીના માતા દુર્ગાના નવ રૂપોની સુંદર અને ભાવસભર ઝાંખી રજૂ કરી હતી. બાળકોની વેશભૂષા, અભિનય અને ભાવવ્યક્તિ જોઈને ઉપસ્થિત વાલીઓ અને મહેમાનો મંત્રમુગ્ધ બની ગયા હતા.
ઉમિયાજી ગરબી મંડળના સંચાલકોએ જણાવ્યું કે આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં ભારતીય પૌરાણિક પરંપરાની સમજ અને સંસ્કારનું સિંચન કરવાનો છે. મંડળ દર વર્ષે નવા થીમ દ્વારા ધર્મ, ભક્તિ અને સંસ્કૃતિની જાગૃતિ ફેલાવે છે, અને બાળકોને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે મંચ પૂરો પાડે છે. બાળકોના આત્મવિશ્વાસ અને કલાત્મકતાએ ઉત્સવને વધુ રંગીન બનાવ્યો હતો.



