તા. 15 ઓક્ટોબર એટલે કે આસો સુદ એકમને રવિવારે તા. 15.10.2023 થી નવરાત્રીનો પ્રારંભ થશે આસો સુદ 9 સોમવાર તા. 23.10.2023 નાં રોજ નવરાત્રી પૂર્ણ થશે. ત્યારે આવો જાણીએ નવરાત્રીમાં ઘટ સ્થાપનનું શુભ મુર્હત વિશે જાણીએ.
આ નવ દિવસ માં દેવીને સમર્પિત હોય છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રિના પ્રથમ દિવસનું ઘણું મહત્વ છે. આ દિવસે ઘટસ્થાપન એટલે કે કળશ સ્થાપિત કરવાનું વિશેષ મહત્વ છે. પૌરાણિક કથાઓ અનુસાર કળશને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે નવરાત્રિના દિવસે દેવી દુર્ગાની પૂજા પહેલા કળશની સ્થાપના કરવામાં આવે છે.
- Advertisement -
નવરાત્રી :
આસો સુદ ૧ રવિવાર તા. ૧૫/૧૦/૨૦૨૩ થી આસો સુદ ૯ સોમવાર તા. 23/10/2023
ઘટ સ્થાપન :
રવિવાર તા.15/10/2023 સવારે 10:24 સુધી વૈધુતિ યોગ છે.
તંત્ર ગ્રંથ, ચંડી રહસ્ય, ચંડી તંત્ર, રુદ્ર યામલ તંત્ર, ભવાની તંત્ર, દુર્ગા કલ્પતરું અનુસાર સવારે સ્થાપન મુહૂર્ત નથી.
પરંતુ નિર્ણયસિંધુ ગ્રંથ મુજબ વૈધુતિનું પ્રથમ ચરણ છોડી ને સ્થાપન કરવું જે મુજબ….
બપોરે 2 થી 3:15 સુધી
ચંડી તંત્ર, ચંડી રહસ્ય, ભવાની તંત્ર મુજબ
- Advertisement -
સંધ્યા સમયે મુહૂર્ત : 6:20 થી 7:40
કળશ સ્થાપના વિધિ કઈ રીતે કરો
કળશ સ્થાપના વિધિ શરૂ કરતા પહેલા સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડા પહેરો. ત્યારબાદ કોઈ સ્વચ્છ જગ્યા પર લાલ રંગનું કપડુ રાખી માતા રાનીની મૂર્તિની સ્થાપના કરો. આ કપડા પર થોડા ચોખા મૂકો. માટીના વાસણમાં જવ વાવો. આ વાસણ પર પાણી ભરેલું કળશ સ્થાપિત કરો. કળશ પર સ્વસ્તિક બનાવો. કળશમાં આખી સોપારી, સિક્કો અને અક્ષત મૂકીને અશોકના પાન રાખો. એક નાળિયેર લો અને તેના પર ચૂંદડી રાખી તેને કલાવાથી બાંધી દો. આ નારિયેળને કળશ પર રાખીને દેવી દુર્ગાનું આહ્વાન કરો. આ પછી દીવો વગેરે પ્રગટાવીને કળશની પૂજા કરો. નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા માટે સોના, ચાંદી, તાંબુ, પિત્તળ અથવા માટીના કળશની સ્થાપના કરવામાં આવે છે.
મત્સ્ય પુરાણ મુજબ રાત્રે સ્થાપન ન કરવું
ઘટ ઉત્પથાન :
તા. 23/10/2023 સોમવાર આસો વદ 9 શ્રવણ નક્ષત્ર બપોરે 3:30 થી 5
દેવી તંત્ર, કાલી વિલાસ તંત્ર ગ્રંથ મુજબ શ્રવણ નક્ષત્રમાં ઘટ ઉત્પથાન કરવું.
નવરાત્રી, ઘટ અંગે જ્યાં જરૂર લાગે ત્યાં પરંપરા કે સ્થાનિક માર્ગદર્શન મુજબ અનુસરવું હિતાવહ છે
દશેરા / વિજયા દશમી
આસો સુદ 10 મંગળવાર તા. 24/10/2023
પૂજન / ખરીદી મુહૂર્ત : સવારે 9:40 થી બપોરે 1:10