સોમાલિયાના દરિયાકાંઠે હાઇજેક કરવામાં આવેલા જહાજ પર સવાર તમામ 21 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા. જેમાં 15 ભારતીયો પણ હતા. હવે આ ઓપરેશનનો વીડિયો સામે આવ્યો છે.
ભારતીય નૌકાદળના ખાસ મરીન કમાન્ડો ‘માર્કોસ’ની મદદથી, 15 ભારતીયો સહિત તમામ 21 ક્રૂ સભ્યોને અરબી સમુદ્રમાં સોમાલિયાના કિનારે હાઇજેક કરાયેલા કાર્ગો જહાજ ‘એમવી લિલા નોર્ફોક’માંથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
- Advertisement -
#IndianNavy’s Swift Response to the Hijacking Attempt of MV Lila Norfolk in the North Arabian Sea.
All 21 crew (incl #15Indians) onboard safely evacuated from the citadel.
Sanitisation by MARCOs has confirmed absence of the hijackers.
The attempt of hijacking by the pirates… https://t.co/OvudB0A8VV pic.twitter.com/616q7avNjg
- Advertisement -
— SpokespersonNavy (@indiannavy) January 5, 2024
સોમાલિયાના તટ MV લિલી નોર્ફોક કાર્ગો જહાજને હાઇજેક કરનારા છ ચાંચિયાઓની તો ભારતીય નૌસેનાને જોઇને જ પસીના છૂટી ગયા હતા. આ બચાવ કામગીરી માટે, ભારતીય નૌકાદળે તેના યુદ્ધ જહાજ INS ચેન્નાઈ પર સૌથી ખતરનાક માર્કોસ કમાન્ડો મોકલ્યા હતા, જેમણે થોડા કલાકોમાં લાઇબેરિયન જહાજના તમામ 21 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. આ ક્રૂ મેમ્બર્સમાં 15 ભારતીયો પણ સામેલ છે.
ભારતીય નૌકાદળે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “ભારતીય નૌકાદળે ઉત્તર અરબી સમુદ્રમાં એમવી લીલા નોર્ફોકને હાઈજેક કરનારના પ્રયાસનો ઝડપી જવાબ આપ્યો હતો. જહાજમાં સવાર તમામ 21 ક્રૂ (15 ભારતીયો સહિત)ને બચાવી લેવામાં આવ્યા અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.”
#WATCH | Indian Navy’s boat near the hijacked vessel MV Lili Norfolk in the Arabian Sea. Indian Navy commandos secured the hijacked ship and rescued the crew including 15 Indians. The sanitisation operations are still on: Indian Navy officials pic.twitter.com/fJz02HSExV
— ANI (@ANI) January 5, 2024
આ સાથે, નેવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે “માર્કો કમાન્ડોએ સમગ્ર જહાજ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ દરમિયાન તેઓએ ત્યાં હાઈજેકરની ગેરહાજરીની પુષ્ટિ પણ કરી હતી.” આ સાથે નૌકાદળે જણાવ્યું હતું કે “પાઇરેટ્સે જહાજને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંભવ છે કે જ્યારે નેવીએ યુદ્ધ જહાજ તરફથી કડક ચેતવણી આપી ત્યારે તેઓએ જહાજ છોડી દીધું હોય.’
નેવી ઓપરેશનનું લાઈવ મોનિટરિંગ કરી રહી હતી
નોંધની વાત એ છે કે માર્કોસ કમાન્ડોના આ રેસ્ક્યુ ઓપરેશનને નેવી લાઈવ ફીડ દ્વારા મોનિટર કરી રહી હતી. ભારતીય નૌકાદળના અધિકારીઓ ફોર્સના MQ-9B પ્રિડેટર ડ્રોન દ્વારા મોકલવામાં આવેલા ફીડનો ઉપયોગ કરીને નેવલ હેડક્વાર્ટર ખાતે ઓપરેશનને લાઈવ જોઈ રહ્યા હતા. ચાંચિયાગીરીની ઘટના વિશે માહિતી મળ્યા પછી તરત જ, ડ્રોનને જહાજ પર નજર રાખવા અને સંબંધિત અધિકારીઓને વાસ્તવિક સમયની માહિતી પ્રદાન કરવા સૂચના આપવામાં આવી હતી.