લીબિયામાં વિનાશકારી તોફાન ‘ડેનિયલ’એ તબાહી મચાવી દીદી છે. પૂરના કારણે 5,300થી વધુ લોકોના મોત થયા છે અને 10 હજારથી વધુ લોકો લાપતા છે. મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
ઉત્તર આફ્રિકી દેશ લીબિયામાં વિનાશકારી તોફાન ‘ડેનિયલ’એ તબાહી મચાવી દીદી છે. પૂરના કારણે 5,300થી વધુ લોકોના મોત થયા છે અને 10 હજારથી વધુ લોકો લાપતા છે. મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. લીબિયાના પૂર્વીય વિસ્તારમાં પૂરે તબાહી મચાવી દીધી છે અને ડર્ના શહેર સંપૂર્ણપણેતબાહ થઈ ગયું છે.
- Advertisement -
ગૃહ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ અબૂ લામોશાના નિવેદન અનુસાર 5,300થી વધુ લોકોના મોત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં ડેમ તૂટી જવાને કારણે પૂર આવી ગયું છે અને હજારો લોકો ડૂબી ગયા છે. અનેક લોકો લાપતા છે. ડર્ના શહેરની ચોથા ભાગની વસ્તી બરબાદ થઈ ગઈ છે.
At least 10,000 people are believed to be missing in Libya because of flooding from Storm Daniel, an international agency estimates. – @washingtonpost
We need ACT together. #Libya #إعصار_دانيال #LibyaFloods #ClimateEmergency pic.twitter.com/EpFpK0cyab
- Advertisement -
— Neeraj ( Writer/YouthMindset4Peace) #ActOnClimate (@Neeraj10z) September 12, 2023
ડેમ તૂટી જતા તબાહી
પૂર્વી લીબિયાના આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, એક હજારથી વધુ લોકોની લાશ એકત્ર કરવામાં આવી છે, જેમાંથી 700 લોકોની દફનવિધિ કરવામાં આવી છે. ડર્નાના એમ્બ્યુલન્સ પ્રાધિકરણે 2,300 લોકોના મોતની પુષ્ટી કરી છે. રવિવારે રાત્રે ડેર્ના અને પૂર્વીય લીબિયાના અન્ય વિસ્તારમાં પૂરના કારણે તબાહી આવી ગઈ છે. શેહરના ડેમ પણ પાણીમાં ડૂબી ગયા છે.
Massive devastation and heartbreaking view to the flash flood in Libya. the urgent need for global action on climate. #LibyaFloods #Libyan #ClimateEmergency #ActNOWForFuture pic.twitter.com/mcqi9MqDlb
— Neeraj ( Writer/YouthMindset4Peace) #ActOnClimate (@Neeraj10z) September 13, 2023
શહેર સંપૂર્ણપણે તબાહ
પૂર આવ્યાના 36 કલાક પછી પણ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. દેશના અન્ય વિભાગમાંથી પણ રાહતકર્મીઓને બોલાવવામાં આવ્યા છે. 89,000ની વસ્તી ધરાવતા શહેરના રસ્તાઓએ નદીનું રૂપ ધારણ કર્યું છે. બચાવ અભિયાનમાં પણ મુશ્કેલીઓ વી રહી છે. શહેરનો 20 ટકા ભાગ નષ્ટ થઈ ગયો છે.
લાશોનો ઢગલો
લીબિયાના આપત્તિ મામલાના મંત્રી હિચેમ ચિકીઓતે જણાવ્યું છે કે, ‘હું ડર્નાનું વિનાશકારી પૂર જોઈને પરત ફર્યો છું, ચારેબાજુ લાશ પડી છે. હોસ્પિટલમાં મૃતદેહ રાખવાની જગ્યા નથી. મૃતકોની સંખ્યાની પુષ્ટી કરવી ખૂબ જ મુશ્કેલ છે. પાણીમાં ડૂબી ગયેલ મૃતદેહને બહાર કાઢવા માટે બોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગયા સપ્તાહે ગ્રીસમાં તોફાન આવ્યું હતું, જેના કારણે ખૂબ જ નુકસાન થયું હતું.’