115 પ્રકૃતિ મિત્રો દ્વારા બે ટન પ્લાસ્ટિક એકત્ર કરી કાપડની થેલી વિતરણ કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર પરિક્રમામાં પ્રતિ વર્ષ 10 થી 12 લાખ જેટલા ભાવિકો પરિક્રમા કરવા જોડાય છે ત્યારે ગિરનાર જંગલને ખરા અર્થમાં જતન કરવા છેલ્લા ઘણા વર્ષોથી ગિરનાર પ્લાસ્ટિક મુક્ત રહે અને પ્રકૃતિનું જતન થાય તેવો સેવાયજ્ઞ પ્રકૃતિ મિત્ર સંસ્થાના ચેરપર્સન અને ફાઉન્ડર પ્રો.ડો.ચિરાગબેન ગોસાઈ સાથે 115 જેટલા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવે છે.
ગિરનારની લીલી પરિક્રમા પાંચ દિવસ ચાલે છે ત્યારે પ્રકૃતિ મિત્ર સંસ્થાના ચેરપર્સન અને ફાઉન્ડર પ્રો. ડો. ચિરાગબેન ગોસાઈ સાથે 115 જેટલા સ્વયંસેવકો રાત દિવસ જોડાયા હતા અને પરિક્રમામાં પદ્ધરતા ભાવિકો પાસેથી પ્લાસ્ટિક લઈને તેના બદલામાં કાપડની થેલી વિના મૂલ્યે આપવામાં આવી હતી અને બે ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરેલ હતો પ્રકૃતિ મિત્રના પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાના કાર્યોમાં રાજુભાઈ એન્જિનિયર તથા રાજુભાઈ દોશી, રૂપાયતન સંસ્થાના હેમંતભાઈ નાણાવટી, વન મેન આર્મીના સંયોજક કે.બી સંઘવી તેમજ કોર્પોરેશનના સહકારથી સ્વયંસેવકોએ પ્રકૃતિના રક્ષણની જવાબદારી લઈને રાત દિવસ સખત મહેનત કરીને ત્રણ મહિનાની સખત મહેનતને અંતે પ્રકૃતિનું રક્ષણ કરવાનું નાનો અમથો પ્રયાસ કરેલો હતો.
જૂનાગઢ પરિક્રમામાં ખરા અર્થમાં નિસ્વાર્થ સેવાયજ્ઞ કરતા પ્રકૃતિ મિત્ર સંસ્થા
