ખાનગીકરણ, લેબર કોડ અને વીજળી સુધારા બિલના વિરોધમાં મજૂર સંગઠનો મેદાને: હિમાચલના સફરજન ખેડૂતોની દિલ્હી કૂચની ચેતવણી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.09
- Advertisement -
કેન્દ્રીય ટ્રેડ યુનિયનો (ઈઝઞત) દ્વારા આગામી 12 ફેબ્રુઆરીના રોજ દેશવ્યાપી સામાન્ય હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાળને સંયુક્ત કિસાન મોરચા (જઊંખ) એ પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે, જેના કારણે ખેડૂતો, ખેતમજૂરો અને ઔદ્યોગિક સંગઠનો એક મંચ પર જોવા મળશે. આ સંયુક્ત આંદોલન સરકારની વિવિધ નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરવા માટે આયોજિત કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ખાનગીકરણના પ્રસ્તાવો, કોન્ટ્રાક્ટ લેબર પ્રથા, ચાર નવા લેબર કોડ, વીજળી સુધારા બિલ 2025 અને મનરેગા (ખૠગછઊૠઅ) માં કરવામાં આવેલા ફેરફારો સામે આ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પ્રસ્તાવિત બીજ બિલનો પણ સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ હડતાળમાં વીજળી કર્મચારીઓ સહિત વિવિધ મજૂર સંગઠનો મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા છે.
બીજી તરફ, હિમાચલ પ્રદેશના સફરજન ઉત્પાદક ખેડૂતોએ પણ આ હડતાળમાં સક્રિયપણે જોડાવાની અને દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. ખેડૂત નેતા રાકેશ સિંહાએ ચેતવણી આપી છે કે અમેરિકા, ન્યૂઝીલેન્ડ અને યુરોપિયન યુનિયનમાંથી આવતા સફરજન પર આયાત ડ્યુટીમાં કરવામાં આવેલો ઘટાડો સ્થાનિક ખેડૂતોને પાયમાલ કરી દેશે. વિદેશી સફરજન ઉત્પાદકોને મળતી મોટી સબસિડી સામે ભારતીય ખેડૂતો સ્પર્ધા કરી શકશે નહીં, જેનાથી પહાડી રાજ્યોના અર્થતંત્ર પર માઠી અસર પડશે.
જોકે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે વારંવાર ખાતરી આપી છે કે ભારતીય ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં આવશે. તેમ છતાં, હિમાચલ પ્રદેશ સફરજન ઉત્પાદક સંગઠન (ઇંઙઅૠઅ) દ્વારા ગામ સ્તરે ખેડૂતોને એકત્ર કરવામાં આવી રહ્યા છે. ખેડૂત સંગઠનોનો આક્ષેપ છે કે કેન્દ્રની વેપાર નીતિઓ ખેડૂત વિરોધી છે અને તેઓ હવે રાષ્ટ્રીય ચળવળના ભાગ રૂપે 12 ફેબ્રુઆરીએ પોતાની શક્તિનું પ્રદર્શન કરશે.



