રાજયમાં 3665 રાષ્ટ્રીયકૃત બેંક શાખાઓ બંધ: 40,000 કામદારો હડતાલ પર
રાજયના 25000 કરોડના નાણાકીય વ્યવહારો ખોરવાયા: કર્મચારીઓ દ્વારા દેખાવો-રેલીઓ
ખાનગીકરણ, પેન્શન સહીત 11 માંગણીઓ સાથે 10 કામદાર સંગઠનોની દેશવ્યાપી હડતાળ
ખાનગીકરણની નીતિ, નવી પેન્શન પ્રથા બેરોજગારી સહીતના અનેકવિધ 11 મુદાઓ-માંગણીઓનાં વિરોધમાં 10 જેટલા કામદાર સંગઠનોની બે દિવસની દેશવ્યાપી હડતાલને પગલે બેંકો સહીતની કેટલીક સેવાઓ પ્રભાવીત થઈ છે. અબજો રૂપિયાના નાણાંકીય વ્યવહારો ખોરવાયા છે.
રાજકોટ સહીતના શહેરોમાં કામદારો-કર્મચારીઓ દ્વારા ધરણા સભા જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓથી કર્મચારીઓ, ખેડૂતો તથા સામાન્ય વર્ગ પર નકારાત્મક અસર હોવાના આક્ષેપ સાથે બે દિવસની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે.સંગઠનો દ્વારા સંયુકત નિવેદનમાં એમ કહેવાયુ છે કે હડતાલને બેંકો, એલઆઈસી, પોસ્ટ ઓફીસ, બીએસએનએલ, ઈન્કમટેકસ ઉપરાંત ટ્રાન્સપોર્ટ તથા વિજ કર્મચારીઓએ પણ સમર્થન કર્યું છે. આ તમામ ક્ષેત્રોની સેવા પ્રભાવીત થશે.
- Advertisement -
હડતાળમાં એસબીઆઈ તથા આઈઓસી સિવાયની તમામ સરકારી બેંકોનાં લાખો કર્મચારીઓ જોડાયા છે. એટલે બેંકીંગ વ્યવહારને મોટો ફટકો છે. ખાનગી તથા સહકારી બેંકોમાં કામકાજ નોર્મલ જ રહ્યા છે.દેશભરની બેંકોમાં અબજોના વ્યવહારો ખોરવાયા છે ચેક કલીયરીંગને મોટી અસર છે. આ સિવાય પોસ્ટ ઓફીસ, ઈન્કમટેકસ, એલઆઈસી, જેવી કચેરીઓમાં કામગીરી પ્રભાવીત થઈ છે.
દસ જેટલા કામદાર સંગઠનોની હડતાલને ધ્યાને રાખીને કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે તમામ રાજયોને વિજ સપ્લાયમાં અસર ન થાય તે જોવા તાકીદ કરતો પત્ર પાઠવ્યો છે. ગમે તેવી સ્થિતિનો સામનો કરવા વીજ ઉત્પાદન મથકોએ વધુ સ્ટાફ તૈનાત કરવા સુચના આપવામાં આવી છે. હોસ્પીટલ, સંરક્ષણ, રેલવે તથા ઈન્ફ્રાસ્ટ્રકચર જેવા ક્ષેત્રોને વિજ સપ્લાયમાં વિઘ્ન ન આવે તે માટે કંટ્રોલરૂમ ખોલવાની તાકીદ કરવામાં આવી છે. સરકાર દ્વારા કર્મચારી સંગઠનોને હડતાળનું એલાન પાછુ ખેંચવા પણ આહવાન કર્યું હતું. પરંતુ કામદારો માન્યા ન હતા.
આ પણ વાંચો: ‘વડાપ્રધાન દેશમાં કોઇ પણ રાજ્યમાં દીકરીઓની સંખ્યા ન ઘટે તે માટે ચિંતિત’
https://khaskhabarrajkot.com/2022/03/28/the-prime-minister-is-concerned-that-the-number-of-daughters-in-any-state-in-the-country-will-not-decrease/