- દુનિયામાં સૌથી વધારે યુવાનો ભારતમાં
સ્વામી વિવેકાનંદની જયંતીના અવસર પર આજે દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. વર્ષ 1984માં ભારત સરકારે દિવસને પહેલી વાર રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી છે. 12 જાન્યુઆરી, 1985ના વર્ષથી મનાવવામાં આવે છે. આ દિવસ સ્વામી વિવેકાનંદ અને તેમના વિચારોને યાદ કરવા તેમજ પ્રેરણા મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
યુવાન વ્યક્તિ કોને કહેવાય?
આંતરરાષ્ટ્રીય સ્સ્થા સંયુક્ત રાષ્ટ્રની વ્યાખ્યા અનુસાર, 15થી 24 વર્ષની વયના વ્યક્તિને યુવાન કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના બધા આંકડાઓ આ આધાર પર છે. સંયુક્ત રાષ્ટ્રના કેટલાય સભ્યો દેશોમાં 18-30 વર્ષના વ્યક્તિને યુવાનના રૂપમાં ગણવામાં આવે છે. આ પણા દેશમાં રાષ્ટ્રીય યુવા નીતિ- 2014ના હેઠળ 15થી 29 વર્ષના ઉમરના વ્યક્તિને યુવા માનવામાં આવે છે.
- Advertisement -
ભારતમાં કેટલા યુવાનો છે?
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના જણાવ્યા અનુસાર, વિશ્વમાં લગભગ દરેક 6માંથી 1 વ્યક્તિની ઉંમર 15થી 24 વર્ષની વચ્ચે છે. દુનિયામાં યુવાનોની વસ્તી 120 કરોડથી વધારે છે જે કુલ જનસંખ્યાના લગભગ 16 ટકા છે. જેમાંથી મોટાભાગના લોકો વિકાસશીલ દેશોમાં રહે છે.
ભારતમાં દુનિયાની સૌથી મોટી યુવાનોની વસ્તી છે. સ્વાસ્થ્ય અને પિરવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બનાવેલી જનસંખ્યા અનુમાન પર ટેકનીકલ સમૂહની રિપોર્ટ અનુસાર, ભારતની જનસંખ્યા 27.2 ટકા 15થી 29 વર્ષના છે. આપણા દેશમાં યુવાનોની વસ્તી 37.14 કરોડ છે. 2036 સુધી આ આંકડો ઘટીને 22.7 ટકા થઇ શકે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોની વસ્તી જોવામાં આવે તો તેમાં વધારો થયો છે. દેશમાં 1991માં યુવાનોની વસ્તી 22.27 કરોડ હતી તો કુલ વસ્તી 26.6 ટકા હતી. 2001માં આ આંકડો વધીને 27.34 કરોડ થઇ ગયો જેમાં કુલ વસ્તીમાં ભાગીદારી 26.6 ટકા રહી છે. વર્ષ 2011માં યુવાનોની વસ્તી 33.33 કરોડ થઇ ગઇ અને કુલ ભાગીદારી 27.5 ટકા છે. વર્ષ 2016નો આંકડો 35.96 કરોડ થઇ અને સમગ્ર વસ્તીમાં આ ભાગીદારી 27.9 ટકા હતો.