ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથમા જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ક્વોલીટી એસ્યોરન્સ સર્ટીફીકેટ અને એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ધાવા, પ્રાસલી, ડારી અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોને રમરેચી, ચિત્રાવડ, મોરૂકા, અને મુળદ્વારકાને એવોર્ડ એનાયત કરાયા હતા. આ એવોર્ડ માટે કેન્દ્ર સરકારના નેશનલ હેલ્થ સીસ્ટમ રીસોર્સીસ સેન્ટર યુનિટ દ્વારા જાન્યુઆરી -23 થી માર્ચ -23 દરમ્યાન ગીર સોમનાથ જિલ્લામાં એસેસરની ટીમો મોકલી આરોગ્ય કેન્દ્રની ગુણવતાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સગર્ભા માતાની સાર સંભાળ, નવજાત શિશુ અને બાળકના આરોગ્યની સંભાળ, રસીકરણ અને કિશોર કિશોરીને લગતી સેવાઓ, કુટુંબ કલ્યાણને લગતી આરોગ્ય સેવાઓ, રોગ ચાળા સંદર્ભ સેવાઓ, તેમજ બીમારીઓના ઉપચાર, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનું સઘન સંચાલન, નોન ક્મ્યુંનીકેબ્લ રીગનું નિદાન અને સારવાર, માનસિક આરોગ્યને લગતી બીમારીઓની સારવાર ઉમરને સલગ્ન સારવાર, તેમજ ઈમરજન્સી સેવાઓ તેમજ વિવિધ બાબતો સહિત આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓનું ચેકિંગ રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત દર્દીઓના અભિપ્રાય પણ મેળવવામાં આવ્યા હતા.