રિસર્ફેસિંગ તેમજ ખાડાઓ પુરવાની કામગીરીમાં કરવામાં આવી રહી
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના કેટલાક સ્થળોએ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ઠેરઠેર ખાડા પડી ગયા છે,ત્યારે વરસાદે વિરામ લેતાં જ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વેરાવળ-કોડીનાર નેશનલ હાઈવેનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે હવે વાહનચાલકોને આંશિક રાહત મળશે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે રિપેરિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ડોળાસા સહિત લાટી, કદવાર, સુત્રાપાડા, અમરાપર, ગોરખમઢી તેમજ ઉના શહેરી વિસ્તાર, કોડીનાર શહેરી વિસ્તારમાં પણ જ્યાં મસમોટા ખાડા હોય તેને પુરી દઈ લેવલિંગ કરવામાં આવી રહ્યું છે,ઉપરાંત કોડીનાર-સોમનાથ નેશનલ હાઈવે પર પણ બિસ્માર રસ્તાને મરામત કરવાની કામગીરી ચાલુ છે.