જૂનાગઢ હાલમાં તમામ કોલેજની અંદર સત્ર ચાલુ થઈ ગયા છે છતાં હજુ સુધી યુનિવર્સિટી દ્વારા સેમ-3ના સિલેબસ જોવા મળેલ નથી સિલેબસ આપવામાં આટલો વિલંબ કેમ સિલેબસ આપવામાં થતા વિલંબથી વિદ્યાર્થીના અભ્યાસની સાથે ભવિષ્ય સાથે પણ ચેડા કરવામાં આવી રહ્યા છે. આ બાબતનો ત્વરિત નિર્ણય લઇ પ્રશ્ર્નનો નિરાકરણ લાવવામાં આવે જો આ પ્રશ્ર્નનું વહેલી તકે નિરાકરણ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં થનાર બધી તકલીફની જવાબદાર યુનિવર્સિટી રહેશે. જયારે ઓનલાઇન પરિણામ જાહેર થયા પછી વહેલામાં વહેલી તકે માર્કશીટ આપવી એ યુનિવર્સિટીની જવાબદારી છે.
પરંતુ તેમાં ખૂબ જ વિલંબ થાય છે અને જે વિદ્યાર્થીની માર્કશીટ ટેકનિકલ ભૂલો હોય એટીકેટી સોલ્વ થતા માર્કશીટ સુધારો થયો હોય તેવા સંજોગોમાં દિવસ સાતમા વિદ્યાર્થીને માર્કશીટ મળવી જોઈએ પરંતુ તે મળતી નથી જેનાથી વિદ્યાર્થીના આગળના એડમિશન અને કામો અટકી જાય છે. તેવા ગંભીર વિષયોને ધ્યાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જુનાગઢ નગર મંત્રી રાજભાઈ ઝાલાવાડીયા તેમજ ભાર્ગવભાઈ વઘાસિયા દ્વારા રજીસ્ટ્રાર સાહેબને આવેદનપત્ર આપ્યું અને જો દિવસ સાતની અંદર આ પ્રશ્ર્નનું નિરાકરણ લાવવામાં નહીં આવેતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની જવાબદારી સંગઠનની રહેશે નહીં તેમ જણાવ્યું છે.



