ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર અને મેંદપરા ગામ સોનરખ નદી અને રાણપુર ગામની નદીમાં પીવાના પાણીની નર્મદા પાઇપલાઇન છેલ્લા એક વર્ષની આસપાસ થી ખુલી પડી છે જે રોડની નજીક છે પાણી પુરવઠા બોર્ડના અધિકારી ઓ નીકળતા હોય છે પરંતુ કોઈ ધ્યાને લેતું નથી રાણપુર ગામના જાગૃત પૂર્વ સરપંચ રવજી ઊંધાડે રજૂઆત કરેલ પણ આ સરકારમા કોઈ અધિકારી ધ્યાને લેતું નથી તેવી અનેક રજૂઆતો કલેકટરમા કરેલ છે પરંતુ કોઈ ધ્યાન આપતું નથી અને પ્રજાના પરસેવાના પૈસાનો ગેરઉપયોગ થાય છે
- Advertisement -
હવે ગણતરીના દિવસોમા ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે આ તંત્ર ક્યારે જાગશે કે જ્યારે નદીમાં પુર આવશે ત્યારે રિપેર કરવા આવશે જો આ પાણીની પાઇપ લઈ તુટસે તો આજુબાજુના દસથી બાર ગામોને પાણીના ફાંફાં પડશે તો આ જાગૃત માજી સરપંચે ચીમકી ઉચ્ચારી છે કે જો ચોમાસા પહેલા આ નર્મદાની પાઇપ લાઈન રિપેર નહિ થાય તો તમામ જવાબદારી નર્મદા પાણી પુરવઠા બોર્ડ ની રેહશે અને આજુ બાજુના ગામ લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને સાથે સાથે પાણીની આખી લાઈનમા પાણીના એર વાલ માંથી હજારો લીટર પાણી વેડફાઇ છે આ નર્મદાની પીવાના પાણીની લાઈન ભેસાણ હેન્ડ પંપથી પાટલા પાણીના સંપ સુથી જાય છે અને તે કોન્ટ્રાક્ટ એજન્સી વહેલી તકે રિપેર થાય તેવી રજૂઆત કરેલ છે.