ઑપ ઈન્ડિયા-ગુજરાતી
હવે સામાન્ય માણસ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વોટ્સએપ પર કનેક્ટ થઈ શકશે. પીએમ મોદીએ પોતાની વોટ્સએપ ચેનલ લોન્ચ કરી છે. આમાં તેમણે સંસદની નવી ઇમારતમાંથી પોતાનો ફોટો શેર કર્યો છે. સાથે જ લખ્યું કે વોટ્સએપ કોમ્યુનિટીમાં જોડાયા બાદ તે ખૂબ જ રોમાંચ અનુભવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીની વોટ્સએપ ચેનલ પર અત્યાર સુધીમાં (મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023, રાતના 8:40) 2 લાખ 50 હજારથી વધુ ફોલો કરી ચૂક્યા છે. તેમણે પોતાની પ્રથમ પોસ્ટમાં લખ્યું, વોટ્સએપ સમુદાયમાં જોડાઈને રોમાંચિત છું. સતત સંવાદની આપણી સફરનું આ બીજું પગલું છે. ચાલો અહીં જોડાયેલા રહીએ. આ નવા સંસદ ભવનનું ચિત્ર છે. ફોટામાં પીએમ મોદી સંસદની નવી ઇમારતમાં કંઇક વાંચતા જોવા મળે છે. નોંધનીય છે કે હમણાં સુધી 50 હજારથી વધુ લોકોએ આ પોસ્ટ પર પોતાના રિએક્શન આપ્યા છે. હાલમાં, વપરાશકર્તાઓને ઠવફતિંઆા ચેનલ પર કોઈપણ પોસ્ટ પર પ્રતિક્રિયા આપવાનો માત્ર વિકલ્પ આપવામાં આવે છે. એટલે કે યુઝર્સ પોસ્ટ પર કોમેન્ટ કરી શકતા નથી. આ સાથે, ખૂબ જ મહત્વપૂર્ણ વાત એ છે કે વોટ્સએપ ચેનલને અનુસર્યા પછી પણ, કોઈ તમારો મોબાઇલ નંબર જોઈ શકશે નહીં. એટલું જ નહીં, એડમિનિસ્ટ્રેટર સિવાય કોઈ પણ વ્યક્તિ પ્રોફાઇલનું નામ જોઈ શકશે નહીં. એકંદરે, ઠવફતિંઆાએ આ નવું ફીચર લોન્ચ કરતી વખતે સુરક્ષાનું પણ ધ્યાન રાખ્યું છે.
- Advertisement -
આ ફીચર માટે પહેલા વ્હોટ્સએપ્પને અપડેટ કરવું પડશે
ચેનલ જોવા માટે વોટ્સએપ યુઝર્સે પહેલા તેમના વોટ્સએપને અપડેટ કરવું પડશે. આ પછી, યુઝર્સને સ્ટેટસની જગ્યાએ અપડેટ જોવા મળશે. જ્યાં યુઝર્સ ચેનલની સાથે વોટ્સએપ ચેનલ પણ જોઈ શકશે. વડાપ્રધાન મોદીની વોટ્સએપ ચેનલ જોવા માટે તમારે અપડેટ્સ ટેબ પર ફાઈન્ડ ચેનલ્સ ઓપ્શનમાં જઈને પીએમ મોદીને સર્ચ કરવું પડશે. અહીં તમે તેમની વોટ્સએપ ચેનલ જોશો. તેમને અનુસરવા માટે, તમારે પ્લસ આઇકોન પર ક્લિક કરવું પડશે. તેવી જ રીતે, તમે અન્ય હસ્તીઓ સાથે પણ જોડાઈ શકો છો.
વોટ્સએપ ચેનલ શું છે?
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્પ, વ્હોટ્સએપ્પએ તાજેતરમાં તેની નવી સુવિધા ‘ચેનલ’ રજૂ કરી છે. તે ટેલિગ્રામ ચેનલ જેવું જ છે. પરંતુ હાલમાં તે માત્ર સેલિબ્રિટીઝ માટે જ લોન્ચ કરવામાં આવી છે. આ સિવાય ઠવફતિંઆાએ ચેનલમાં ડિરેક્ટરી સર્ચનો વિકલ્પ પણ આપ્યો છે. આના દ્વારા યુઝર્સ તેમની પસંદગી મુજબ સેલિબ્રિટીઝને સર્ચ કરી શકે છે અને તેમના દ્વારા બનાવેલી ચેનલ્સ જોઈ શકે છે.