પોલીસે 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ પર કાર્યવાહી કરવા એસપી સંજય ખરાતની સુચના મુજબ નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.બી.ચાવડાની ટીમ દ્વારા જાફરાબાદના મોટા માણસા ગામે સિમ વિસ્તારમાં નદીની અવાવરૂ જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની મળેલ બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. નાગેશ્રી પોલીસે રેડ દરમિયાન દેશી દારૂ 91- લિટર જેની કુલ કિ.રૂ. 18,200 તથા દેશી દારૂ બનાવાવાનો ગરમ આથો (વોશ) 90- લીટર જેની કી.રૂ. 2250 તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર-1700 કી.રૂ. 42,500 તથા ભઠ્ઠીના સાધનો જેમા ત્રણ ટીનના તગારા જેની કી.રૂ. 600 તથા પાંચ ગેસના બાટલા કી.રૂ. 5000 તથા દસ અખાદ્ય ગોળના ડબ્બા કી.રૂ. 7000, ત્રણ લોખંડના ગેસના ચુલા કી.રૂ. 600 તેમજ મોટરસાઇકલ કી.રૂ 25,000 મળી કુલ રૂ. 1,01,240 નો મુદામાલ જપ્ત કરી ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અને ફરાર આરોપી મહેશ બારૈયા ઉર્ફે મયલો વિરાભાઈ બારૈયા રહે.વડલી તા.જાફરાબાદ, જી.અમરેલીને પકડી પાડવા માટે પોલીસે વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નાગેશ્રી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ પી.બી. ચાવડાની ટીમ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી પર સૌથી મોટી રેડ કરવામાં આવી હતી. આ કામગીરીમાં નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.બી.ચાવડા, એ.એસ. આઇ. એન.આર પટેલ, કે.આર.બાંભણીયા, મિતેશભાઇ વાળા, મનીશભાઇ દીહોરા, કીશનભાઈ મસરીભાઈ શીયાળ, કનુભાઇ બાભણીયા સહીત નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.