લેસ્ટર ઇસ્ટમાં રહેતા તમામ સમુદાયના લોકોમાં તેઓની ઉમેદવારી માટે બહોળો ઉત્સાહ
નાગાર્જુનભાઈ આગઠ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા હતા
- Advertisement -
4 જુલાઈના ચૂંટણી યોજાશે: જીતના ઉજળા સંજોગો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.11
રાજકોટ શહેર પોલીસમાં અગાઉ ફરજ બજાવતા અને હાલ યુકે પરિવાર સાથે સ્થાયી થયેલ નાગાર્જુનભાઈ આગઠ હાલ યુકેમાં એક સફળ બિઝનેસમેન અને ગત વર્ષ કાઉન્સિલર તરીકે ચુટાઈ આવેલ હતા.ઇંગ્લેન્ડના વડાપ્રધાન દ્વારા સામાન્ય ચૂંટણીની જાહેરાત થતા નાગાર્જુન ભાઈ આગઠ લેસ્ટર ઈસ્ટ વિસ્તારમાંથી ઇન્ડિપેન્ડન્ટ કેંડીડેટ તરીકે પોતાનુ ઉમેદવારી પત્રક ભર્યું છે. આ વિસ્તાર એશિયન સમુદાય બોહોળી વસ્તી ધરાવતો વિસ્તાર છે નાગાર્જુનભાઈ અને એમની સેવન સ્ટાર એન્ટરટેનમેન્ટ ટીમ દ્વારા ગુજરાતના નામાંકિત કલાકારો કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર, રાજભા ગઢવી,ગીતાબેન રબારી, ઉમેશ બારોટ અને સાયરામ દવે જેવા અનેક વિખ્યાત કલાકારોના પ્રોગ્રામ સફળ આયોજન કરવા માટે જાણીતા છે અને લેસ્ટર ઇસ્ટ માં નાગાર્જુનભાઈ આગઠ ખૂબ જ અપાર લોક ચાહના ધરાવે છે આગામી 4 જુલાઈના રોજ ચૂંટણી યોજવાની હોય તેઓની જીતના ઉજળા સંજોગો ઊભા થયા છે લેસ્ટર ઇસ્ટમાં રહેતા તમામ સમુદાય નાલોકોમાં તેઓની ઉમેદવારી બદલ મોટા પ્રમાણમાં ઉત્સાહ જોવા મળ્યો છે.