DMK સનાતનને ડેન્ગ્યુ-મેલેરિયા કહે છે, નકલી શિવસેના મહારાષ્ટ્રમાં તેમની રેલીનું આયોજન કરે છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
- Advertisement -
નરેન્દ્ર મોદીએ સોમવાર 8 એપ્રિલે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં જણાવ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણી સ્થિરતા વિરુદ્ધ અસ્થિરતા વચ્ચેની ચૂંટણી છે. એક તરફ ભાજપ-એનડીએ છે, જેનો ઉદ્દેશ્ર્ય દેશ માટે કઠિન અને મોટા નિર્ણયો લેવાનો છે. બીજી તરફ કોંગ્રેસ અને ઈન્ડીનું ગઠબંધન છે, જેનો મંત્ર છે કે જ્યાં સત્તા મળે ત્યાં મલાઈ ખાઓ.
કોંગ્રેસ પાર્ટીએ પોતાના કુકર્મોને કારણે દેશમાં લોકોનું સમર્થન ગુમાવ્યું છે. પરિણામે તેઓ હવે ભાગલા પાડો અને રાજ કરોની રણનીતિ અપનાવી રહ્યા છે. તેમના મેનિફેસ્ટોમાં તેમણે મુસ્લિમ લીગની યાદ અપાવતી ભાષાનો ઉપયોગ કર્યો છે. તેમજ તેમનો એક સાંસદ ભારતના ભાગલાની માંગ કરી રહ્યો છે.
ઇન્ડી ગઠબંધનના લોકો દક્ષિણ ભારતને અલગ કરવાની ધમકી આપી રહ્યા છે. ઇન્ડી ગઠબંધનમાં સમાવિષ્ટ ઉખઊં પક્ષ સનાતનને ડેન્ગ્યુ-મેલેરિયા કહીને ખતમ કરવાની વાત કરે છે અને નકલી શિવસેના (ઉદ્ધવ ઠાકરેની પાર્ટી) એ જ લોકો માટે મહારાષ્ટ્રમાં રેલીઓનું આયોજન કરે છે.આજે દેશના દલિત, પછાત વર્ગ, આદિવાસીઓ અને ગરીબો મોદી સરકારને પોતાની સરકાર માને છે. મોદી રાજવી પરિવારમાં જન્મીને વડાપ્રધાન નથી બન્યા. ગરીબ પરિવારમાં જન્મીને, તમારી વચ્ચે રહીને મોદી અહીં આવ્યા છે.
લોકોની સમસ્યાઓ હલ કરવાની જવાબદારી રાજકીય પક્ષોની છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી પોતે જ સમસ્યાઓની જનની છે. કોંગ્રેસ છેલ્લા 10 વર્ષથી સત્તાથી દૂર છે. તમે એનડીએને પૂર્ણ બહુમતી આપી. અમે દેશની મુખ્ય સમસ્યાઓનો કાયમી ઉકેલ આપ્યો છે.પીએમે એમ પણ કહ્યું કે ઈન્ડી ગઠબંધન હંમેશા દેશને અસ્થિરતામાં ધકેલી દે છે. જ્યાં સુધી ઈન્ડી ગઠબંધન કેન્દ્રમાં સત્તામાં હતું ત્યાં સુધી મહારાષ્ટ્રની અવગણના થતી રહી. તમે કારેલાને ઘીમાં ફ્રાય કરો કે તેને ખાંડમાં ઓગાળી લો, તે કડવું ને કડવું જ રહે છે. આ કહેવત કોંગ્રેસને બરાબર લાગુ પડે છે. કોંગ્રેસ ક્યારેય બદલાશે નહી.
- Advertisement -
PM મોદી આજે MPની મુલાકાતે: બાલાઘાટમાં ચૂંટણી સભા કરશે, સઘન સુરક્ષા વ્યવસ્થા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસમાં બીજી વખત મધ્યપ્રદેશ આવી રહ્યા છે. મોદી આજે (મંગળવારે) બાલાઘાટમાં ભાજપના ઉમેદવાર ભારતી પારધીની તરફેણમાં રેલી કરશે. આ પહેલા તેઓ 2014માં ચૂંટણી પ્રચાર માટે અહીં આવ્યા હતા.પીએમ મોદી લગભગ 2 વાગે બાલાઘાટ પોલીસ લાઈન્સ સ્થિત હેલિપેડ પર પહોંચશે. અહીં કાર દ્વારા તેઓ ઉત્તમ શાળામાં આયોજિત સભા સ્થળે પહોંચશે. અહીં લગભગ 10 હજાર ચોરસ ફૂટ મેદાનમાં ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપનો દાવો છે કે પીએમ મોદીને સાંભળવા માટે 25 થી 30 હજાર લોકો ભેગા થશે.પીએમ મોદીની સભાને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં લગભગ અઢીથી ત્રણ હજાર પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસ ઉપરાંત તેમાં હોકફોર્સ, ઈન્ટેલિજન્સ બ્યુરો અને એસપીજીના જવાનો સામેલ છે. હેલીપેડથી જાહેર સભા સ્થળ સુધી નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે.