રેસકોર્સના 2, નાના મવા, અમીન માર્ગ સહિતના ગ્રાઉન્ડ તા.20-9થી તા.2-10 સુધી ભાડે અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નવરાત્રીની તૈયારીઓ હવે થવા લાગી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રેસકોર્સના બે સહિત મહાપાલિકા હસ્તકના કુલ છ મેદાન નવરાત્રી માટે ભાડે આપવાના ટેન્ડર મહાપાલિકાએ પ્રસિધ્ધ કરી દીધા છે. ટેન્ડર મોકલવાની અને ખોલવાની છેલ્લી તા.11 સપ્ટેમ્બર નકકી કરવામાં આવી છે.
ગત વર્ષે મનપાએ જે ભાવે પ્રતિ ચો.મી. મુજબ મેદાનો ભાડે આપવા ટેન્ડર બહાર પાડયા હતા એ જ દરથી નવા ટેન્ડર આજે પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. રેસકોર્સના બે મેદાન 1ર હજાર ચો.મી.થી વધુ મોટા છે. નાના મવા સર્કલ ચોકનું ગ્રાઉન્ડ સાડા નવ હજાર ચો.મી. છે. અમીન માર્ગ કોર્નરે 4600 અને સાધુ વાસવાણી રોડના પ્લોટની સાઇઝ પ300 ચો.મી.થી વધુ છે. જેમાં પ્રમુખસ્વામી ઓડીટોરીયમ બાજુના 3000 ચો.મી.ના પ્લોટમાં કોઇ આયોજક મોટા ભાગે રસ લેતા નથી. આજે ટેન્ડર પ્રસિધ્ધ થયા બાદ તા.8ના રોજ સવારે પ્રીબીડ મીટીંગ રાખવામાં આવી છે. ટેન્ડર ઇસ્યુ કરવાની છેલ્લી તા. 10 અને ટેન્ડર પહોંચાડવાની છેલ્લી તારીખ તથા ખોલવાની મુદ્દત પણ 11 સપ્ટેમ્બર છે.
ગત વર્ષે મનપાને મેદાના ભાડાની અર્ધો કરોડ જેટલી આવક થઇ હતી તે ઉલ્લેખનીય છે. ઘણા વર્ષોથી પ્રમુખસ્વામી ઓડિટોરીયમ બાજુના મેદાન સિવાયના પાંચ ગ્રાઉન્ડમાં રાસોત્સવ થાય છે તે ઉલ્લેખનીય છે. જે પાર્ટી બંધ કવરમાં ઉંચા ભાવની ઓફર આપે તેને મનપા દ્વારા તા. 20-9થી 2-10 એટલે 13 દિવસ માટે મેદાન ભાડે આપવામાં આવશે.