ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.13
મોરબીમાં મહાનગરપાલિકા સતત નિષ્ફળ નીવડી રહી છે માત્ર દબાણો દૂર કરવામાં અને વેરો દંડ ઉઘરવામાં સફળ રહી શહેરમાં ઠેક ઠેકાણે ગટરોના પાણી રોડ પર ફરી વળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે
સતત વિકસી રહેલા મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે એક માસ પૂવે મહાપાલિકા બનતા નગરજનોમાં ખુશી જોવા મળી હતી કે હવે કામો ઝડપથી થશે અને શહેરની સ્થિતિ સુધરશે પરંતુ નાગરિકોની આશા મૃગજળ સમાન બની રહી છે કારણકે કોર્પોરેશન બન્યા બાદ હજુ પણ સ્થિતિ જેમની તેમ જોવા મળી રહી છે
મોરબીનો લાતીપ્લોટ વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે જ્યાં હજારો મોરબીવાસીઓને રોજગારી મળી રહે છે મહિલાઓને પણ રોજગારી આપતા ઘડિયાળ ઉદ્યોગના અનેક એકમો અહી કાર્યરત છે પરંતુ વર્ષોથી નગરપાલિકા તંત્ર લાતીપ્લોટ સાથે ઓરમાયું વર્તન કરતી હોય તેમ કોઈ સુવિધાઓ આપવામાં આવતી નથી અને હવે મહાનગરપાલિકા બન્યા બાદ પણ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે લાતીપ્લોટ શેરી નં 04 માં ઉભરાતી ગટરની સમસ્યા અંગે વેપારીએ ગત 11 તારીખે તંત્રને ફરિયાદ કરી હતી જે રજૂઆતને પગલે 15 તારીખ સુધીનો સમય આપવામાં આવ્યો છે અને ગટર જેવી સમસ્યા ઉકેલવા માટે પણ તંત્ર 4-5 દિવસનો સમય લગાવતું હોય ત્યારે શહેરની સમસ્યાઓ ઉકેલતા કેટલો સમય લાગી સકે છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે
મનપા સુવિધા આપવામાં નિષ્ફળ: ઠેક ઠેકાણે ગટરો ઉભરાઈ, સ્થાનિકો પરેશાન
