ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ ફીલ્ડમાં જઈ ચાલુ કામગીરી અંગે નિરીક્ષણ કરવામાં આવે છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા રીપેરીંગની કામગીરીનું મોનીટરીંગ કર્યું હતું.
આ મુલાકાત દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ અધિકારીઓની ટીમ સાથે રોડ-રસ્તા મરામત તેમજ ડામરકરણના ચાલી રહેલા કાર્યોનું નિરીક્ષણ કર્યું તેમણે સ્થળ પર જ કામની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી તથા કામગીરીની ગુણવત્તા પર નજર મૂકી હતી.
શહેરજનોને સુવિધાજનક અને સલામત માર્ગ વ્યવસ્થા મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કામગીરી સમયસર તથા ગુણવત્તાપૂર્ણ રીતે પૂર્ણ કરવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.