BMC જણાવ્યું હતું કે આગામી ચોમાસાની સિઝનમાં મુંબઈમાં 4.84 મીટરથી ઉપરની 22 દિવસ હાઈ ટાઈડ જોવા મળે તેવી શક્યતા છે. આ હાઈ ટાઈડ ચોમાસામાં જૂન અને સપ્ટેમ્બર 2024 વચ્ચે થશે એવું કહેવામાં આવ્યું છે.
ઉનાળો ચાલી રહ્યો છે અને મે મહિનામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે, સાથે જ જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થશે એવું કહેવાય રહ્યું છે. હવામાન વિભાગે અંદાજ લગાવ્યો છે કે ભારતમાં વર્ષ 2024માં સરેરાશ કરતાં વધુ વરસાદની સંભાવના છે.
- Advertisement -
મુંબઇના દરિયામાં 22 દિવસ હાઈ ટાઈડ રહેશે
IMDએ જણાવ્યું હતું કે દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે અને એવું માનવામાં આવે છે કે જૂનના પહેલા સપ્તાહમાં મુંબઈમાં ચોમાસું આવી શકે છે. એવામાં BMC ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કહેવું છે કે મુંબઇમાં જૂન અને સપ્ટેમ્બર વચ્ચેના ચાર મહિનામાં દરિયામાં 22 દિવસ હાઈ ટાઈડ રહેશે.
નીચાણવાળા વિસ્તારોમાં પૂર પણ આવી શકે છે
સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે આગામી ચોમાસાની સિઝનમાં મુંબઈમાં 4.84 મીટરથી ઉપરની 22 દિવસ હાઈ ટાઈડ જોવા મળે તેવી શક્યતા છે. આ હાઈ ટાઈડ જૂન અને સપ્ટેમ્બર 2024 વચ્ચે થવાની ધારણા છે. સાથે જ આ કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પૂર પણ આવી શકે છે.
- Advertisement -
સૌથી વધુ હાઇટાઇડ 4.84 મીટરની રહેશે
ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું હતું કે જૂનમાં 7 દિવસ અને જુલાઈમાં 4 દિવસ દરિયામાં હાઈ ટાઈડ રહેશે. ઓગસ્ટમાં 5 દિવસ અને સપ્ટેમ્બરમાં પણ 5 દિવસ જ્યારે સપ્ટેમ્બરમાં 6 દિવસ દરિયામાં હાઈ ટાઈડ રહેશે. 20 સપ્ટેમ્બરે ચોમાસાની સૌથી વધુ હાઇટાઇડ 4.84 મીટર રહેશે. ચોમાસા દરમિયાન હાઈટાઈડ એ સૌથી મોટો પડકાર છે, કારણ કે હાઈટાઈડ દરમિયાન જો ભારે વરસાદ પડે તો પાણીનો નિકાલ થઈ શકતો નથી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહે છે.
હાઈ ટાઈડ કોને કહેવાય છે?
દરિયામાં ઉછળતા વિશાળ અને ઊંચા મોજાને હાઈ ટાઈડ કહેવામાં આવે છે. સમુદ્રમાં ભરતી અને ઓટની આ ઘટના ચંદ્ર પર આધારિત છે. જ્યારે ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે, ત્યારે સમુદ્રમાં ભરતી આવે છે અને જ્યારે ચંદ્ર પૃથ્વીથી દૂર જાય છે ત્યારે ઓટ થાય છે.