સૂત્રોએ શુક્રવારે આ અંગેની માહિતી આપી. આર્યન ખાનને NCB દ્વારા ગયા વર્ષે મુંબઈમાં ક્રૂઝ પર દરોડા દરમિયાન અન્ય કેટલાક લોકો સાથે ધરપકડ કરવામાં આવી હતી અને તેણે ડ્રગ્સ રિકવર કરવાનો દાવો કર્યો હતો. આર્યન ખાનને કેટલાક અઠવાડિયા સુધી જેલમાં રહ્યા બાદ કોર્ટમાંથી જામીન મળી ગયા.
6 લોકોના ફરિયાદમાં નામ સામેલ
- Advertisement -
NCBના ડીડીજી (ઓપરેશન્સ) સંજય કુમાર સિંહ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આર્યન અને મોહક સિવાય તમામ આરોપીઓ પાસેથી માદક દ્રવ્યો મળી આવ્યા છે. NCB અધિકારીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ 14 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવી રહ્યો છે. પુરાવાના અભાવે બાકીના 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી રહી નથી.
અગાઉ મોકલેલા રિપોર્ટમાં પણ કોઈ પુરાવા ન મળ્યાનો ઉલ્લેખ
આર્યન ખાન(Aryan Khan) ડ્રગ્સ કેસમાં લગભગ 2 મહિના પહેલા NCBએ એક રિપોર્ટ મોકલ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેની પાસેથી કોઈ ડ્રગ્સ મળી નથી અને ન તો આ કેસમાં તેની કોઈ લેવડ-દેવડ થઈ છે.પરંતુ હવે આમાં વધુ એક મહત્વની માહિતી સામે આવી રહી છે . કોર્ડેલિયા ક્રૂઝ શિપ ડ્રગમાં આર્યન ખાન વિરુદ્ધ કોઈ પુરાવા ન હોવાના અહેવાલ પર, SIT ચીફ અને NCB DDG (ઓપરેશન) સંજય સિંહે કહ્યું છે કે, ‘આ કહેવું ઘણું વહેલું છે કે આર્યન ખાન વિરુદ્ધ કોઈ પુરાવા નથી. તપાસ હજુ ચાલુ છે, અનેક નિવેદનો નોંધવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યું નથી.
જાણો શું હતો કેસ?
- Advertisement -
મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી યોજાઈ રહી હતી અને તે દરમિયાન આર્યન ખાનની અટકાયત કરવામાં આવી હતી. આ પછી આર્યનને લગભગ 28 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. આ કેસ પછી આર્યનનો પાસપોર્ટ પણ જમા કરાવવામાં આવ્યો હતો કારણ કે તે જામીનની શરતોમાંની એક હતી.