અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં 1.22 બિલિયનનો વધારો : વૈશ્ર્વિક સ્તરે 20મા ક્રમે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
- Advertisement -
ગુરુવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. ઇજઊ સેન્સેક્સ 862 પોઈન્ટ ઉછળ્યો. સૌથી વેલ્યુએશન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 1.69%નો વધારો થયો. આનાથી કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 1.81 બિલિયન એટલે કે આશરે રૂ. 1,59,23 કરોડનો વધારો થયો.બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ હવે 99.6 બિલિયન સુધી પહોંચી ગઈ છે. આ વર્ષે, તેમની કુલ સંપત્તિમાં 9.02 બિલિયનનો વધારો થયો છે, જેના કારણે તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 18મા ક્રમે છે.દરમિયાન, ગુરુવારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં 1.22 બિલિયનનો વધારો થયો. 92.3 બિલિયનની કુલ સંપત્તિ સાથે, તેઓ વૈશ્વિક સ્તરે 20મા અને એશિયામાં બીજા ક્રમે છે. આ વર્ષે, તેમની કુલ સંપત્તિમાં 13.6 બિલિયનનો વધારો થયો છે.જોકે, ઓરેકલના સ્થાપક લેરી એલિસન આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ છે. આ વર્ષે તેમની કુલ સંપત્તિમાં 180 બિલિયનનો વધારો થયો છે. વિશ્વના ટોચના 10 ધનિકોમાંથી નવ લોકો અમેરિકાના છે.
એલોન મસ્ક 448 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ટોચ પર છે. એલિસન 372 અબજ ડોલર સાથે બીજા ક્રમે છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ 251 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 238 અબજ ડોલર સાથે ચોથા ક્રમે અને લેરી પેજ 220 અબજ ડોલર સાથે પાંચમા ક્રમે છે.તેમના પછી સેર્ગેઈ બ્રિન (206 અબજ ડોલર), બર્નાર્ડ આર્નોલ્ટ (194 અબજ ડોલર), સ્ટીવ બાલ્મર (176 અબજ ડોલર), જેન્સન હુઆંગ (158 અબજ ડોલર) અને માઈકલ ડેલનો ( 157 અરબ) ક્રમ આવે છે.