ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એશીયા ખંડમાં માત્ર એશીયાઇ સિંહો ગીર અભ્યારણમાં મુકત મને વિહરતા જોવા મળે છે. ત્યારે બી.એસ.એન.એલ. દ્વારા ગીર જંગલમાં સેટલમેન્ટ ગામડા અને નેસડામાં 4જી ટાવર ઊભા કરવાની પ્રપોઝલ વેગવંતી બનતા વન્ય પ્રેમીમાં રોષ જોવા મળી રહ્યો છે. ગીર જંગલોમાં સિંહો સામે અન્ય જીવ સુષ્ટી ને કોઇ નુકશાન ના થાય એવા પગલા ભરવા જોઇએ. ત્યારે નુકસાન કરતા ઇલેકટ્રોમેેગ્રેટીક રેડીએશન છોડતા આવા મસમોટા 4જી ટાવર એના માટેના મોટી મોટી સોલાર પેનલો તેમજ મસમોટા જનરેટર અને આવા અનેક આ આર્ટીફિશીયલ એટલે કુદરતી સ્ટ્રકચર ઇન્સ્ટોલ કરવા તે ગીર અભ્યારણ માટે ખતરાની ઘંટી ઊભા થઇ છે. જો ગીર જંગલને જંગલના રહેવા દેવુ હોય અને શહેર વિસ્તારની બધી જ ફેસેલીટી ત્યાં ઉભી કરવાની હોયતો ગીર અભ્યારણને ડિનાટીેફાઇ કરીને તેને ઔધોગીક ઝોન જાહેર કરીદો અને ગીર નાસિંહોને મઘ્યપ્રદેશ કે અન્ય સ્થળો મોકલી દો એક તરફ વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ પ્રોજેકટ લાઇન અંતગર્ર્ત ગીરના અંતરીયાળ વિસ્તારમાં વસતા માલધારીઓને વ્યવસ્થીત રીતે આર્થીક પેકેજ આપીને અભ્યારણ વિસ્તારની બહાર વસાવીને એમનું ભવિષ્ય સુધારવાની વાત કરે છે. જેથી કરીને અંદર સિંહ સહીત વન્ય જીવ સુષ્ટીને ડિસ્ટબંન્સ ઓછુ થાય ગીરના અંતરીયાળ વિસ્તારોમાં ઠેકઠેકણે આવા ટાવરો નાખવા એતો ગીરનું શહેરીકરણ કરીને અભ્યારણની અંદર માણસોની વસ્તી વધારવાની વાત થઇ. ગીર અભ્યારણ વિસ્તારોમાં ઠેરઠેર મોબાઇલ ટાવર આવવાથી હવે ગીર અભ્યારણની અંદર શિકારીઓને શિકાર કરવા માટે, બધી જ પ્રકારની અડચણોનો અંત આવી જશે. પરપ્રાંતીય શિકારીઓ ગુગલ મેપના ઊપયોગ કરીને કોઇપણ જગ્યાએથી જંગલમાં ભુલા પડયા વગર સલામત રીતે જંગલની બહાર શિકાર સાથે નિકળી જશે.ગીરના અંતરીયાળ વિસ્તારોમાં 4જી ટાવર નાખવાનો પ્રોજેકટ એટલે મઘ્ય પ્રદેશ સહીતના પરપ્રાંતિય શિકારીઓને શિકાર કરવા માટેની લીલી જાંજમ પથરવા સમાન છે.
સિંહનાં નિવાસ સ્થાનમાં મોબાઇલ ટાવર ઉભા કરવાની હિલચાલ
