સેમિકન્ડક્ટર બનાવતી માઇક્રોન ટેક્નોલોજી સાણંદમાં 22,500 કરોડનો પ્લાન્ટ સ્થાપશે
સેમિક્ધડક્ટર એસેમ્બલી અને પેકેજિંગ ATMP ફેસેલીટીઝ દ્વારા 20 હજાર જેટલી રોજગારીનું સર્જન થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની આ સફળ મુલાકાતની ફલશ્રુતિ રૂપે માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ર.7પ બિલીયન યુ.એસ. ડોલર એટલે કે રૂ. રર,પ00 કરોડ કરતાં વધુના રોકાણથી ગુજરાતના સાણંદમાં આ અઝખઙ ફેસેલીટી શરૂ કરવામાં આવશે. ભારતને ગ્લોબલ સેમિક્ધડક્ટર સપ્લાય ચેઇન મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ઊંચી ઊડાન ભરાવીને આત્મનિર્ભર ભારત સાકાર કરવા 10 બિલિયન યુ.એસ ડોલરનો સેમીકોન ઇન્ડીયા પ્રોગ્રામ કેન્દ્ર સરકારે જાહેર કરેલો છે.
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની મુલાકાત દરમ્યાન યુ.એસ પ્રેસીડેન્ટ જો-બાઇડેન સાથેની બેઠકમાં આ પ્રોગ્રામને વધુ ગતિ આપતાં માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ભારતમાં મહત્વપૂર્ણ મૂડીરોકાણ દ્વારા સેમીકંડક્ટર એસેમ્બલી, ટેસ્ટ, માર્કીંગ અને પેકેજિંગ અઝખઙ ફેસેલિટી સ્થાપવાની જાહેરાત અમેરિકન પ્રમુખે કરી હતી. વિશ્વભરમાં સેમિક્ધડક્ટર ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર અને મોટી કંપનીઝમાંની એક એવી સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરીંગ કંપની માઇક્રોન ટેક્નોલોજી અને ગુજરાત સરકાર વચ્ચે આ સંદર્ભમાં ઐતિહાસિક ખજ્ઞઞ ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતિમાં આ ખજ્ઞઞ પર ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા અને માઇક્રોનના સિનીયર વાઇસ પ્રેસીડેન્ટ ગુરૂશરણ સિંઘે હસ્તાક્ષર કર્યા હતા. એટલું જ નહિ, રાજ્યમાં ડોમેસ્ટીક સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરીંગ ઇકો સિસ્ટમને વેગ આપવા આ પોલિસીમાં વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.
સેમિક્ધડક્ટર ક્ષેત્રના ઉદ્યોગોને ગુજરાતમાં આકર્ષવા અને જરૂરી તમામ સહકાર આપવાના હેતુથી રાજ્ય સરકારે એક ડેડિકેટેડ સંસ્થા ‘ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશન (ૠજઊખ) ની સ્થાપના કરી છે. આ પ્રોજેક્ટની સ્થાપનાથી ભારતના સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે મોટો બદલાવ આવશે. પાંચ હજાર પ્રત્યક્ષ અને 1પ હજાર પરોક્ષ મળી કુલ ર0 હજાર રોજગારીનું સર્જન થશે.
બોઇઝે શહેરમાં કંપનીનું હેડક્વાર્ટર, કંપનીની આવક 30.8 બિલિયન યુ.એસ. ડોલર
માઇક્રોન ટેક્નોલોજી ઇન્કોર્પોરેશન અમેરિકાની સૌથી મોટી સેમિક્ધડક્ટર મેમરી આઇ.ડી.એમ (ઇન્ટીગ્રેટેડ ડિવાઇસ મેન્યુફેક્ચરીંગ) કંપની છે તે મોબાઇલ, કોમ્પ્યુટર, ડેટા સેન્ટર અને હાઇ પરફોર્મન્સ કમ્પ્યુટીંગ માટેના મેમરી ચીપ ડિવાઇસીસ બનાવવામાં કુશળ છે. અમેરિકાના ઇડાહો સ્ટેટના બોઇઝે શહેરમાં કંપનીનું હેડક્વાર્ટર સ્થિત છે. વર્ષ ર0રરમાં કંપનીની આવક 30.8 બિલિયન યુ.એસ. ડોલર રહી છે. માઇક્રોનના અમેરિકા, જાપાન, તાઇવાન અને ચીનમાં કુલ મળીને 11 ઉત્પાદન એકમો કાર્યરત છે.
– વિશ્વની પાંચમી સૌથી મોટી સેમિક્ધડક્ટર કંપની.
– વર્ષ ર0રરમાં ફોચ્ર્યુન પ00માં 1ર7માં નંબરની કંપની.
– વર્ષ ર0રરમાં વિશ્ર્વની સૌથી વધુ નીતિમત્તાથી ચાલતી કંપની તરીકે સ્વિકૃતિ મેળવી છે.
– એકોવેડીસ સસ્ટેનેબિલીટી પ્લેટીનમ પુરસ્કાર મેડલ દ્વારા પુરસ્કૃત
– સસ્ટેનેબિલીટી અને ઓપરેશન સંદર્ભના 9 એવોર્ડ પ્રાપ્ત છે.