મણિપુર હિંસા પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર આજે બપોરે 12 વાગ્યાથી લોકસભામાં ચર્ચા શરૂ થઈ હતી. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ તેમના અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર 35 મિનિટનું ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે મણિપુરથી લઈને વિદેશ નીતિ સુધી સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાને સ્વીકારવું પડશે કે તેમની ડબલ એન્જિન સરકાર, મણિપુરમાં નિષ્ફળ ગઈ છે. તેથી, મણિપુરમાં 150 થી વધુ લોકોના મોત થયા છે.
VIDEO | "This no-confidence motion is against the son of a poor, against a man who gave houses, drinking water, toilets to the people. It is against the poor," says BJP MP @nishikant_dubey in Lok Sabha.
- Advertisement -
#NoConfidenceMotion (Source: Third Party) pic.twitter.com/EJ8wFroW7Z
— Press Trust of India (@PTI_News) August 8, 2023
- Advertisement -
રાહુલના સ્થાને ગોગોઈએ અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરી
ગોગોઈએ કહ્યું, રાજ્યના મુખ્યમંત્રી, જેમણે વાતચીત, શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બનાવવું જોઈતું હતું. તેઓએ છેલ્લા 2-3 દિવસમાં ઉશ્ર્કેરણીજનક પગલાં લીધા છે જેનાથી સમાજમાં તંગદિલી સર્જાઈ છે. ગોગોઈએ 12.10 વાગ્યે ભાષણ શરૂ કર્યું અને 12.45 વાગ્યે પૂરું કર્યું હતું. પીએમ મોદી 10 ઓગસ્ટે અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી શકે છે. સંસદના ચોમાસુ સત્રનો આજે (8 ઓગસ્ટ) 14મો દિવસ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. હોબાળાને કારણે 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. 12 વાગ્યે લોકસભાની કાર્યવાહી ફરીથી શરુ થઈ હતી. સ્પીકર ઓમ બિરલા પોતાની સીટ પર બેઠા કે તરત જ હોબાળો શરૂ થયો હતો.
VIDEO | "Their speeches are already going live. What are they afraid of? Why there is so much intolerance?" says Union minister @JoshiPralhad as opposition interrupts BJP MP Nishikant Dubey's speech in Lok Sabha.#NoConfidenceMotion (Source: Third Party) pic.twitter.com/cWyDvPifpT
— Press Trust of India (@PTI_News) August 8, 2023
સોનિયાજીનું એક જ કામ, પુત્રને સેટ કરવાનું અને જમાઈને ભેટ આપવાનું: સાંસદ નિશિકાંત દુબે
ભાજપના સાંસદોએ કહ્યું- સવારે સેક્રેટરી જનરલને પત્ર આવ્યો હતો કે રાહુલ ગાંધી બોલશે. અમે તેમના ભાષણની રાહ જોઈ રહ્યા છીએ. હવે ગૌરવ ગોગોઈ બોલી રહ્યા છે. 5 મિનિટમાં શું થયું? આ પહેલા સવારે 11 વાગે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ તેને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. રાજ્યસભામાં પણ વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. ઝખઈના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયન સ્પીકર જગદીપ ધનખડની સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેમને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
VIDEO | "I have three clear-cut questions to the PM. First, why didn't he go to Manipur? Second, why did it take nearly 80 days for him to speak on Manipur and when he spoke, he did for just 30 seconds. Third, why didn't you remove Manipur CM?" says Congress MP @GauravGogoiAsm in… pic.twitter.com/nWcC2cEMco
— Press Trust of India (@PTI_News) August 8, 2023