વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. તેઓ અમદાવાદ, કચ્છ અને ગાંધીનગરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આજે બપોરે વડાપ્રધાન મોદી અમદાવાદ આવી પહોંચશે. તેઓ એરપોર્ટથી વડાપ્રધાન મોદી રાજભવન જશે. સાંજે રિવરફ્રન્ટે યોજાનારા ખાદી ઉત્સવમાં ઉપસ્થિત રહેશે. મનપાએ તૈયાર કરેલ ફૂટ ઓવરબ્રિજનું તેઓ લોકાર્પણ કરશે.
- Advertisement -
અમદાવાદમાં જાહેર જનસભાને પણ સંબોધશે
વડાપ્રધાન મોદી આજે સાંજે અમદાવાદમાં જાહેર જનસભાને પણ સંબોધશે. તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. જ્યારે આવતીકાલે 28 ઓગસ્ટના રોજ વડાપ્રધાન મોદી કચ્છના પ્રવાસે જશે. જ્યાં તેઓ કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. કચ્છ જિલ્લાને અનેક વિકાસ યોજનાઓની વડાપ્રધાન મોદી ભેટ આપશે.
1745 કરોડના ખર્ચે 375 કિમી લાંબી કેનાલનું કરશે લોકાર્પણ
- Advertisement -
તેઓ કચ્છ-ભુજ નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી 1745 કરોડના ખર્ચે 375 કિમી લાંબી કેનાલનું લોકાર્પણ કરશે. જેના લીધે કેનાલથી 948 ગામ અને 10 શહેરોને પાણીનો લાભ મળશે. 28 ઓગસ્ટના રોજ વડાપ્રધાન મોદી ગાંધીનગર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મારૂતિ સુઝુકી કંપનીના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. જ્યારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે.
જાણો વડાપ્રધાન મોદીનો આજનો સંપૂર્ણ કાર્યક્રમ
-તા.27 ઓગષ્ટના રોજ આજે બપોરે વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે.
-સાંજે 5 વાગ્યે ખાદી ઉત્સવ રિવરફ્રન્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
-સાંજે 7 કલાકે સભા સ્થળેથી રાજભવન જવા રવાના થશે.
-કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રીશ્રી રાજભવન, ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે.
-તા. 28 ઓગષ્ટ ૨૦૨૨ રવિવારે સવારે 10 કલાકે કચ્છના ભુજ ખાતે નિર્માણ કરાયેલા ‘સ્મૃતિ વન મેમોરિયલ’ની મુલાકાત લઈ તેનું ઉદઘાટન કરશે.
-સવારે 11:30 કલાકે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા-KSKV યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ભુજ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનસંબોધન કરશે.
-બપોરે 12:00 કલાકે ભુજથી વિવિધ વિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તેમજ તૈયાર પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કરીને રાજભવન, ગાંધીનગર પરત ફરશે.
-મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સાંજે 5:00 કલાકે યોજાનાર ‘ભારતમાં સુઝુકીના 40 વર્ષ’ સ્મૃતિ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે.
-અંદાજે સાંજે 6:40 કલાકે દિલ્હી જવા રવાના થશે.
અટલ ફુટ ઓવર બ્રિજનું લોકાર્પણ કરશે
અમદાવાદ શહેરની પ્રસિદ્ધિમાં વધુ એક યશ કલગી ઉમેરાવા જઇ રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસબ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે રૂપિયા 74 કરોડ 29 લાખના ખર્ચે ફુટ ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. AMC અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન મોદીને લોકાર્પણ માટે આમંત્રણ આપતા 27 ઓગસ્ટે ઇ લોકાર્પણ કાર્યક્રમમાં જોડાશે. આ આઇકોનિક પેડેસ્ટેરીયન બ્રિજ એટલે અટલ ફુટ ઓવર બ્રિજ કદાચ દેશનો પ્રથમ બ્રિજ હશે. આ ફુટ ઓવર બ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લેવામાં આવી છે. તે ગ્લાસ ફુટ ઓવર બ્રિજ, સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે. આઇકોનીક બ્રિજ રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે. આ બ્રિજ એક એન્જિનિયરિંગ અજાયબી તરીકે ઓળખાશે. બ્રિજ પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડન તથા ઇવેન્ટ ગ્રાઉન્ડના વચ્ચે પ્લાઝમાંથી થઇ પૂર્વ કાંઠે બનનાર એક્ઝિબિશન, કલ્ચરલ, આર્ટ સેન્ટરને જોડાશે. બ્રિજના કારણે અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રિવરફ્રન્ટ ટ્રાફિક વગર શાંતિથી માણી શકાશે.
Our prized possession, the Sabarmati Riverfront just gets better as we open doors to the Atal Bridge. The modern marvel would be E-Inaugurated, tomorrow 27th August, Saturday by H'ble PM Shri @narendramodi Ji. pic.twitter.com/F9BllFNiR0
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) August 26, 2022
ફૂટ ઓવરબ્રિજની વિશેષતાઓ
-બ્રિજ પર આર્ટકલ્ચર ગેલેરી ઊભી કરાશે
-ખાણી-પીણીનો સ્ટોલ ઊભો કરાશે
-બ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટિલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા
-બ્રિજના બંને છેડેથી પદયાત્રીઓ, સાઇક્લિસ્ટોના આવન-જાવનની વ્યવસ્થા કરી શકશે
-2600 મેટ્રિક સ્ટીલનું વજન
-300 મીટર બ્રિજની લંબાઈ
-100 મીટર વચ્ચેનો સ્પાન
-બ્રિજ પર બેસવા માટે પણ વ્યવસ્થા
-RCC પાઈલ ફાઉન્ડેશન અને સ્ટીલ સપોર્ટ
-પ્લાન્ટર તથા સ્ટેઇનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ
-ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન
-વચ્ચેના ભાગે પતંગ આકારના સ્કલ્પચર
-વચ્ચેના ભાગે 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં ફૂડ કીઓસ્ક અને બેઠક વ્યવસ્થા
-ફૂટ ઓવરબ્રિજ પર વચ્ચેના ભાગે વુડન ફલોરિંગ બાકીના ભાગે ગ્રેનાઇટ ફલોરિંગ
-કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક LED લાઈટ
-ખાદી ઉત્સવનું ભવ્ય આયોજન
PM મોદીએ ખાદીને પ્રોત્સાહન મળે એ માટે અનેક વખત જાહેર મંચો પરથી આહવાન કર્યું છે તો અનેકવિધ પગલાંઓ પણ લીધા છે સાથે સાથે Khadi for fashion,Khadi for nation and khadi for transformation નું સૂત્ર આપ્યું છે ત્યારે આવતીકાલે પીએમ મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે જેમાંથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.વડાપ્રધાન મોદીએ આપેલા આઝાદી કા અમૃત મહોત્સવના આહ્વાહન હેઠળ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન નિર્ણાયક બનેલી ખાદીની મહત્તાને દર્શાવવા અને ભાવાંજલિ આપવા 27 ઓગસ્ટ 2022ના ખાદી ઉત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. કાર્યક્રમનું સમાપન સત્ર વડાપ્રધાન મોદી દ્વારા સંબોધિત થશે.
વડાપ્રધાન મોદી ચરખો પણ કાંતશે
વડાપ્રધાન મોદી મહિલા કારીગરોની સાથે ચરખો કાંતશે. આ ઉપરાંત વિવિધ લોકવાદ્યો દ્વારા ગાંધી વિચારધારા આધારિત જીવંત સંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને રાજ્ય સરકારના કુટીર ઉદ્યોગપ્રધાન પણ સંબોધન કરશે. KVIC મુજબ ખાદીના ઉત્પાદનમાં 172 ટકા વધારો થયો છે અને 2014થી ખાદીના વેચાણમાં 245 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં 1920ના દાયકાથી અત્યારસુધી ઉપયોગમાં લેવાતા ચરખાની વિવિધ પેઢીઓના 22 ચરખાને પ્રદર્શિત કરીને ચરખા ઉત્ક્રાંતિને પણ દર્શાવવામાં આવશે. આ ચરખા ઉત્ક્રાંતિમાં યરવડા ચરખાની સાથોસાથ બીજા અનેક ચરખાનો પણ સમાવેશ થશે. જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ ચળવળથી લઈને આજના સમયમાં ઉપયોગમાં લેવાતી નવીનતમ ટેક્નોલોજી સાથેના ચરખાઓનું પ્રતીક બનશે. આ ચરખા ઉત્ક્રાંતિ પ્રદર્શનની પીએમ મોદી દ્વારા મુલાકાત લેવામાં આવશે અને સાથે જ પોન્ડુરુ ખાદીના ઉત્પાદનનું જીવંત નિદર્શન પણ કરવામાં આવશે.