જયારે ગુજરાત અને મધ્યપ્રદેશમાં સૌથી ઓછું છે. હાલમાં જ પીરીયોડીકલ લેબર ફોર સર્વે કરવામાં આવ્યો હતો જેમાં કેરળમાં યુવા બેરોજગારી દર એટલે કે 15 થી 29 વર્ષના યુવાનોમાં બેરોજગારી 29.9 ટકા છે જેમાં મહિલાઓની બેરોજગારી 47.1 ટકા અને પુરૂષોમાં 19.3 ટકા છે. આ ડેટા મુજબ મધ્યપ્રદેશમાં સૌથી ઓછા યુવા જોબ લેસ છે.
જેમાં પુરૂષોનું પ્રમાણ 2.8 ટકા અને મહિલાઓનું 2.8 ટકા છે. ત્યારબાદના ક્રમે ગુજરાત આવે છે. જેમાં પુરૂષ યુવા બેરોજગારનું પ્રમાણ 3.3 ટકા અને મહિલા યુવા બેરોજગારીનું પ્રમાણ 2.7 ટકા છે. ગુજરાતમાં એકંદરે કુલ 3.1 ટકા યુવા બેરોજગાર છે ત્યારે ગુજરાત બાદ ઓછી બેરોજગારીમાં ઝારખંડ ત્રીજા ક્રમે, દિલ્હી ચોથા ક્રમે, છતીસગઢ પાંચમા ક્રમે છે.
- Advertisement -
જયારે ઉતરપ્રદેશમાં યુવા બેરોજગારીનું પ્રમાણ 9.8 ટકા છે. અહીં મહિલાઓ સૌથી વધુ 12.3 ટકા બેરોજગાર છે. ખાસ કરીને કોલેજ સહિતનું શિક્ષણ પુરૂ કરીને જોબ માર્કેટમાં આવતા વર્ગમાં બેરોજગારીનું ઉંચુ પ્રમાણ કેરળમાં વધુ હોવાનું કારણ ત્યાં વધુ શિક્ષણનો વધુ વ્યાપ હોવાનું બહાર આવ્યું છે. તો આંધપ્રદેશ જેવા રાજય કે જે પણ દેશના આર્થિક રીતે સક્ષમ રાજયમાં ગણાય છે ત્યાં બેરોજગારીનું પ્રમાણ 17.5 ટકા છે. જેમાં યુવકોમાં 16.4 ટકા અને યુવતીમાં 19.7 ટકા છે. ખાસ કરીને યુવામાં બેરોજગારી એ પોલીસી મેકર્સ માટે સૌથી મોટી ચિંતા છે. 15 થી 29 વર્ષના બેરોજગારો એક વખત જોબ માર્કેટમાં ઘુસવાનું શકય ન બને તો તેઓ સ્વરોજગાર કરતા ક્રાઇમ ભણી વળી જાય તેવી શકયતા પણ નકારાતી નથી અને તેનાથી સામાજિક સમસ્યા સર્જાય શકે છે.