રોજ 407 લોકો જીવન ટુકાવે છે: દર બે કલાકે ત્રણ બેરોજગાર અને 25 મિનીટે એક ગૃહિણીની આત્મહત્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
- Advertisement -
‘અચ્છે દિન’, ‘ખેડૂતોની આવક બમણી’, ‘દર વર્ષે બે કરોડ રોજગાર’, ‘મોંઘવારીના મારથી મુક્તિ મળશે’, સહિતના વાયદાથી તદ્દન વિપરીત ભાજપની નીતિનો ભોગ દેશના પરિવારો બની રહ્યા છે ત્યારે દેશમાં અને ગુજરાતમાં સતત વધતા યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના વેપારીઓની આત્મહત્યાની ઘટનાઓ શું આ ‘અમૃતકાળ’ છે? તેવો વેધક પ્રશ્ર્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે દેશમાં રોજમદાર, શ્રમિકો, મહિલાઓ, ખેડૂતો, ખેતમજદૂરો વિધાર્થીઓ, વેપારીઓ સેવા નિવૃત લોકો, સહીત સહપરિવાર આત્મહત્યા થઈ રહી છે તે ચિંતાજનક છે. વર્ષ 2017થી 2022 સુધી સતત છ વર્ષથી આત્મહત્યાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 6 વર્ષમાં 9,92,535 લોકોએ આત્મહત્યા કરી હતી.
દેશમાં સરેરાશ દરરોજ 407 થી વધુ લોકો દેશમાં આત્મહત્યા કરી રહ્યા છે તેમજ ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર પચ્ચીસ મીનીટે એક ગૃહિણી આત્મહત્યા કરી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિક સમસ્યાઓ, પારીવારીક મુશ્ર્કેલીઓ સહીતના કારણોસર આત્મહત્યાઓ સતત વધી રહી છે.વર્ષમાં 2022માં 1,64 033 લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં 12,055 વેપારીઓ, 8176 સ્વરોજગાર કરનાર એમ કુલ 20,231 લોકોએ આત્મહત્યા કરી. વર્ષ 2022માં 1,64 033 લોકોએ આત્મહત્યા કરી જેમાં 12,055 વેપારીઓ, 8176 સ્વરોજગાર કરનાર એમ કુલ 20,231 લોકોએ આત્મહત્યા કરી. દેશમાં છેલ્લા છ વર્ષ અનુસાર 2017માં 1,29,887, વર્ષ 2018માં 1,34,516, વર્ષ 2019માં 1,39, 123, વર્ષ 2020માં 1,53,052, વર્ષ 2021માં 1,64,033, વર્ષ 2022માં 1,71,924 લોકોએ એમ કુલ 9,92,535 લોકોએ દેશમાં આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું હતું.
વર્ષ -આત્મહત્યાની સંખ્યા
2017- 1,29,887
2018 -1,34,516
2019- 1,39,123
2020- 1,53,052
2021 -1,64,033
2022- 1,71,924
કુલ 9,92,535
- Advertisement -
ગુજરાતમાં પાછળના ત્રણ વર્ષમાં 495 વિધાર્થીઓ સહિત 25,478 વ્યક્તિઓએ આત્મહત્યા કરી
ગુજરાતમાં ત્રણ વર્ષમાં 6879 વિધાર્થીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. રાજ્યમાં વિધાર્થીઓની આત્મહત્યામાંની ઘટનાઓમાં 21 ટકાનો વધારો થયો છે. ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદમાં 3280, સુરતમાં 2862, રાજકોટમાં 1287 આત્મહત્યાઓ ચિંતાજનક છે. ભાજપ સરકાર જરૂરિયાતમંદ લોકોને રોજગાર, આર્થિક સહાયતા, માનસિક સ્વાસ્થ્યતા આપવામાં નિષ્ફળ
નીવડી છે.