- સુપ્રીમ કોર્ટમાં 69,511 કેસ પેન્ડિંગ છે
સુપ્રીમ કોર્ટમાં 69,511 કેસ પેન્ડિંગ છે, જ્યારે દેશની 25 હાઈકોર્ટમાં 59 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ વિગતોને ટાંકીને આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ (NJDG) પર 1 ફેબ્રુઆરી, 2023 સુધી ઉપલબ્ધ માહિતીના આધારે, દેશભરની હાઈકોર્ટમાં 59,87,477 કેસ પેન્ડિંગ છે. તેમાંથી 10.30 લાખ કેસ દેશની સૌથી મોટી હાઈકોર્ટ અલ્હાબાદ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. સિક્કિમ હાઈકોર્ટમાં સૌથી ઓછા પેન્ડન્સી 171 કેસ છે.
- Advertisement -
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC)ના એક પણ વૈજ્ઞાનિકનું રેડિયેશનને કારણે મોત થયું નથી. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન સિંહે કહ્યું કે, ‘BARCમાં બે કે ત્રણ અકુદરતી મૃત્યુના કેસો અને બે કેન્સરના કેસો સામે આવ્યા છે જેને રેડિયેશન સાથે કોઈ લેવાદેવા નથી.’