60થી વધુ શહિદ પરિવારને રૂા. 25000ના ચેક અર્પણ
ખાસ-ખબર સંવાદદાતા
આઝાદીના અમૃત મહોત્સવ પર્વમાં ફાલ્કન પમ્પસ દ્વારા 500થી વધુ કર્મચારીઓને રાષ્ટ્રધ્વજ અર્પણ કરવામાં આવ્યા હતા તથા અત્યાર સુધીમાં 60થી વધુ શહિદ પરિવારોને સન્માનનિધિ ફાલ્કન કંપનીના ફાઉન્ડેશન દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. ભારત દેશના 75માં સ્વાતંત્ર્ય દિવસ અને આઝાદીના અમૃત મહોત્સવમાં દેશભરના લોકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયા છે ત્યારે દેશમાં પમ્પ ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી નામ ધરાવતી ફાલ્કન કંપની દ્વારા રાજકોટના વાવડી ઈન્ડસ્ટ્રીયલ એરીયા ખાતે આવેલ ઉત્પાદન પ્લાન્ટમાં 500થી વધુ કર્મચારીઓને એકસાથે રાષ્ટ્રધ્વજ અર્પણ કરી હર ઘર તિરંગા અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું હતું અને તમામ કર્મચારીઓએ રાષ્ટ્રગાન સાથે તિરંગાને ગૌરવ અને ગરિમા સાથે સલામી આપી હતી.
- Advertisement -
ફાલ્કન કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર ધીરજલાલ સુવાગીયા અને એક્ઝિક્યુટીવ ડાયરેકટર કમલનયન સોજીત્રાએ જણાવ્યું કે કંપનીનો બિઝનેશ રાષ્ટ્રભાવના સાથે કરવામાં આવે છે. નવી ઓફીસ કે શો રૂમના ઉદ્ઘાટન પ્રસંગે જે તે વિસ્તારોના શહીદ જવાનોના પરિવારજનોનું સન્માન કરી સન્માનનિધિ અર્પણ કરવામાં આવે છે.
અત્યાર સુધીમાં 60થી વધુ શહિદ પરિવારોને સન્માનનિધિ ફાલ્કન કંપનીના ફાઉન્ડેશન દ્વારા અર્પણ કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ આ રાષ્ટ્રસેવા ચાલુ જ રાખવામાં આવશે.