કસ્તુરબાધામ સીટ હેઠળના ગામોમાં
ગુજરાતમાં ભાજપની સરકારે વિકાસના કાર્યો થકી ગુજરાતને સમગ્ર વિશ્ર્વમાં નવી ઓળખ આપી છે: ભૂપત બોદર
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરના અધ્યક્ષસ્થાને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કસ્તુરબાધામ સીટ હેઠળના તમામ 20 ગામોમાં સરકારની યોજનાકીય માહિતી લોકો સુધી પહોંચે તે માટે યોજનાકીય કેમ્પ સંપન્ન થયો હતો.
- Advertisement -
આ કેમ્પમાં લોઠડા, ભયાસર, કાથરોટા, લોધીકા, ગઢકા, અણીયારા, ફાડદંગ, રફાળા, હડમતીયા, ગોલીડા ગામોના 1414 લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, રેઈનવોટર હાર્વેસ્ટીંગ, સુક્ધયા સમૃદ્ધિ યોજના, ઈ-શ્રમ કાર્ડ, બંધપાળા કાર્ડ, આવકના દાખલા, બુસ્ટર ડોઝ, મોબાઈલ આધાર અપડેટ, હેલ્થ આઈ.ડી. કાર્ડ, કેટલ શેડ સહિતની સેવાઓનો લાભ લીધો હતો.
કુલ કસ્તુરબાધામ સીટ હેઠળના ગામોમાં 2348 લાભાર્થીઓએ વિવિધ યોજનાકીય લાભો મેળવ્યા હતા તેમજ ફાડદંગ ગામ ખાતે શાળાના પેવર બ્લોકનું ખાતમુહૂર્ત પણ પ્રમુખના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે અંતમાં ભૂપતભાઈ બોદરએ જણાવેલ કે ગુજરાતની જનતાએ સતત ભાજપ પર વિશ્ર્વાસ મૂક્યો છે અને સત્તા સંભાળી જનતાની સેવા કરવાની જવાબદારી ભાજપને આપી છે.