મહાશિવરાત્રિમાં ભવનાથનો મેળો પૂર્ણ કર્યા બાદ સાધુ સંતોનું પ્રતિવર્ષ થાય છે આગમન
શ્રી પંચ દશનામ, જૂનાં અખાડા, આવાહન અખાડા, અગ્નિ અખાડાના પંચ સહિતના સાધુ-સંતોનું આગમન થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.17
મહાશિવરાત્રિનો મેળો પૂર્ણ કર્યા બાદ પ્રતિવર્ષ પ્રભાસ ક્ષેત્રમાં આવેલ મહાકાળી માતાજીના ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે સાધુ સંતોનું આગમન થાય છે અને ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે.જેને પગલે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ અંગે પત્રકાર પરિષદ યોજી મહંત હરિ નારાયણ ગિરીએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રિનો મેળો પૂર્ણ કર્યા બાદ સત્તાધાર ખાતે સાધુ સંતો જાય છે ત્યારબાદ અહીં આવતા હોય છે.ત્યારે આ વર્ષે પણ શ્રી પંચ દશનામ, જુના અખાડા, આવાહન અખાડા, અગ્નિ અખાડાના પંચ અને અન્ય સાધુ સંતો મળીને લગભગ 2000 થી વધુ સંતોનું આગમન થશે.જેને પગલે ભક્તજનોના સહયોગથી આગામી તા.19 અને 20 ના રોજ ભંડારા સહિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.આ ભંડારો ક્યારથી યોજાઈ છે તે પૂછતા મહંતે જણાવ્યું હતું કે જ્યારથી આસ્થાના પ્રતીક એવા શિરાત્રીના મેળાનું જૂનાગઢમાં આયોજન કરવામાં આવે છે ત્યાંથી જ આ વિશેષ ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે.આ ઉપરાંત મહંતે વધુમાં જણાવ્યું હતું કે શક્તિપીઠ કે તેને લગતા કાર્યો માટે કોઈ સેવક અથવા અન્ય વ્યક્તિ દ્વારા દાન ધર્મ લેવામાં આવતું નથી જે પણ ભક્તજન સેવા કાર્ય અથવા દાન કરવા ઇચ્છતા હોય તેમણે સીધો મહેનનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.



