જૂનાગઢ કૃષિ યુનિ.ખાતે વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો: આ વર્ષે ચોમાસાંની ઋતુ 5 મહિનાથી વધુ ચાલશે
ગુજરાતના 50થી વધુ અગાહીકારોની સારા વરસાદની આગાહી
- Advertisement -
આગાહીકારોની નક્ષત્ર, વિજ્ઞાન, પશુ પક્ષીની ચેષ્ટા, ભડલી વાક્યો સાથે આગાહી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી અને વર્ષા વિજ્ઞાન મંડળના સંયુક્ત ઉપક્રમે 30મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કૃષિ ખાતે યોજાયો હતો જેમાં સોંરાષ્ટ્રં સહીત રાજ્ય ભરના 50 થી વધુ આગાહીકારો ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં આગામી વર્ષા ઋતુ વિષે વરતારો રજુ કરી આગાહી કરવામાં આવી હતી જેમાં મહત્તમ આગાહીકારોએ 16 આની વર્ષ રેહશે તેમાં અમુક અગાહીકારોએ 16 આની કરતા વધુ વરસાદ પડશે તેવું જણાવ્યું હતું જેમાં અગાહીકારોમાં અલગ અલગ વિષય પર અવલોકન કરતા હોય છે જેમાં નક્ષત્ર, વિજ્ઞાન, પશુ પક્ષીની ચેસ્ટા, ભડલી વાક્યો, ફળ, ઝાડ, ખગોળ શાસ્ત્રી, જ્યોતિષ વિદો, હવામાન શાસ્ત્રી અને વનસ્પતિ વિદો સહિતના અગાહીકારો આ પરીસંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા અને સારા ચોમાસાની આગાહી કરી હતી.
- Advertisement -
જૂનાગઢના મોહનભાઇ દલસાણીયાએ વર્ષાઋતુની આગાહી કરતા જણાવ્યુ હતુ કે, વનસ્પતિના લક્ષણો મુજબ ચાલુ વર્ષે બોરડીમાં ખૂબજ ફાલઅને લાંબા સમયે બોર પાકતા રહ્યા છે તેવી જ રીતે લીંબડામાં પણ ખૂબ ફાલ અને પુષ્કળ પ્રમાણમાં લીંબોડી લીમડામાં ભરી છે. આંબામાં પણ ખૂબ જ ફાલ હતો પણ નવી કુપર (કોરામણ) આવવાથી નાની કેરી ખરી ગઇ. ગરમાળામાં પણ ખૂબ જ ફુલ દરેક ઝાડ પર લાગ્યા છે માટે આ વર્ષે વરસાદ સારો થશે તેવુ અનુમાન છે અને હવનમાનને જોતા સામાન્ય રીતે એપ્રિલ માસ કરતા મે માસ વધારે ગરમ રહેશે તો વરસાદ વધારે થાય આ વર્ષે મે માસમાં ગરમી ચાલુ છે. જયારે ચૈદ માસના દનૈયા જોતા ચૈદ વદ ચોથ અથવા પાંચમ જે દિવસે મુળ નક્ષત્ર હોય ત્યાંથી 8 દિવસના દનૈયા ગણાય આ વર્ષે તા.28-4-24 થી 5/5/24 સુધીના દિવસોના હવામાનમાં આકાશ ચોખ્ખુ હોય અને ગરમરહે તે પ્રમાણે વરસાદના આઠ નક્ષત્રોમાં વરસાદ થાય જેટલા દિવસો વાદળભીનું હવામાન ઠંડુ રહે તેટલા દિવસોનો ચોમાસામાં બ્રેક વાયરૂ આવે છે બધા દનૈયા સારા પાકયા છે
એકાદ બે દનૈયામાં સવારના ભાગે વાદળ અને ઠંડુ રહેવાથી વચ્ચે વચ્ચે વરસાદનું વાયરૂ આવે એકંદરે દનૈયા સારા પાકયા છે એટલે વરસાદ સારો થશે અને હુતાસણી અને અખાત્રીજના પવનો જોતા આપણા પુરાણો અને ભડલી વાકયો પ્રમાણે હુતાસણી અને અખાત્રીજના પવનોનું વર્ષાઋતુ માટે ઘણુ મહત્વનું અનુમાન છે આ વર્ષે હુતાસણીનો પવન હોલીકા પ્રગટી વખતે જોતા પશ્ર્ચિમથી પૂર્વ બાજુ ગયો છે તે સારા સંકેત છે. તેવી જ રીતે અખાત્રીજ તા.10-5-24ના વ્હલી સવારે ચાર વાગ્યથી પાંચ વાગ્યા સુધીનો પવન જોતા પશ્ર્ચિમઅને વાયવ્યનો હતો તે સારા સંકેતો છે અખાત્રીજના દિવસે સાંજનો સુર્ય આથમે અને પછી રાત્રે ચંદ્ર આથમેતે એક જ જગ્યા ઉપર બેસી નિરીક્ષણ કરવાનું અને તેમાં સુર્ય જે પોઇન્ટ ઉપરઆથમે તેનાથી ઉત્તર બાજુ વધારે અંતરથી ચંદ્ર આથમે તો વરસાદ સારો થાય આ નિરીક્ષણમાં ઘણુ બધુ તથ્ય મળે છે તે સારા સંકેતો છે. જયારે મે માસમાં અગીયારસ પહેલા બંધાયેલ ગર્ભ પ્રમાણે તા.8મે અને 18 મે વરસાદ થાયતેવુ અનુમાન છે આ પ્રીમોન્સુન એકટીવીટી હશે અને જુનની તા.26 થી 30 કારતક સુદ 11 પછીના કસની નોંધ પ્રમાણેઆદ્રા નક્ષત્રથી વાવણી લાયક વરસાદનો પ્રારંભ થાય. તેમજ જુલાઇ તા.1 થી 7 તા.10 થી 14 અને તા.21 થી 23 અને ઓગષ્ટતા.6 થી 17 તા.19 થી 21 અને તા.25 થી 27 અને સપ્ટેમ્બર તા.6 થી 7 તા.15 થી 29 આ નોંધ પાકવાના 195 દિવસ પ્રમાણ છે.
પોરબંદર જિલ્લાના કવલકા ગામના ભીમભાઇ ઓડેદરા પ્રકૃતિ અસર સાથે પશુ પક્ષી ફળ, ઝાડ પરથી વર્ષા ઋતુનું અવલોકન કરે છે જેમાં તેને 15 જુનથી ચોમાસુ શરૂ થશે જયારે જુલાઇ મહિનામાં તા.11થી 17માં ભારે વરસાદ સાથે વાવાઝોડાની અસર રહેશે. તેમજ આ વર્ષે ચોમાસાની ઋતુ 16 આંની ઉપર વરસાદ થવાનું અવલોકન કર્યુ છે અને ચોમાસાની સીઝન ઓકટોબર અને નવેમ્બર મહિના સુધી ચાલશે આમ આ અવલોકન પ્રમાણે ચોમાસાની સીઝન પાંચ મહિના કરતા વધુ ચાલે તેવી આગાહી કરી હતી.